પંચાયત વિભાગ
આણંદ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠજિલ્લા વિષેઈતિહાસ

ઈતિહાસ

 

તા. ૧પ-૮-૧૯૪૭ના રોજ ભારત દેશમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્‍યો અને સ્વરાજ સ્થપાયું. નવી સરકારે દેશી રાજયોને એક કરીને નવા મુંબઇ રાજમાં ભેળવી દીધાં અને તા. ૧-૮-૧૯૪૯થી ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવો. ત્‍યાર પછીથી કેટલાક તાલુકાઓના ગામોમાં ફેરફાર થતાં તા. ૧પ-૧૦-૧૯પ૦થી જિલ્લાના તાલુકાઓનાં ગામો નિયત કરાયા. ખેડા જિલ્લામાં ખંભાત, પેટલાદ, બોરસદ, આણંદ, નડીયાદ, માતર, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા અને બાલાશિનોર તાલુકાઓનો સમાવેશ થાય છે. રાજય સરકારે તા. ૦૨-૧૦-૯૭થી રાજયમાં છ નવા જિલ્લા બનાવતા ખેડા જિલ્લાનું વિભાજનથી આણંદ એક અલગ જિલ્લા તરીકે સ્થાન પામેલ છે. આણંદ જિલ્લામાં આણંદ, ઉમરેઠ, પેટલાદ, સોજીત્રા, બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર મળી કુલ ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે.