મુખપૃષ્ઠયોજનાઓજમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ
 

જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ

યોજના વિશે (માહિતી)
 
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસ યોજનાઓની વસાહતમાં પર્યાપ્‍ત સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા, શેરીની પ્રકાશ વ્‍યવસ્‍થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્‍તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પુરી પાડી શકાતી નથી. જેથા કારણે વસાહતીઓના જીવન ધોરણની પરિસ્‍થિતિ સંતોષકારક નથી.

યોજનામાં સમાવિષ્‍ટ જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ અંગેની જોગવાઇ અન્‍વયે નીચે મુજબની કામગીરી કરવાનું આયોજન છે.
(અ)   ગ્રામીણ આવાસન માટે જમીન સંપાદન
  ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસ યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પુરૂ પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્‍ધ કરાવવી.
  જમીનની કિંમત જીલ્‍લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિ દ્વારા કરાવવાની રહેશે.
  ગ્રામ પંચાયત દીઠ રૂ.૨ લાખ (રૂપિયા બે લાખ) ની મર્યાદામાં તેમજ જુદા જુદા વિસ્‍તારના પ્રવર્તમાન ભાવ મુજબ.
  આ યોજના હેઠ દર વર્ષે આશરે ૫૦૦ ગામોને આવરી લેવામાં આવશે.
  આ યોજના હેઠળ આશરે કુલ રૂ.૧૦૦૦.૦૦ લાખની ફાળવણી.
 
  આગળ જુઓ
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643985