મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોભાદરણ

ભાદરણ

વડોદરા રાજના વલીનીકરણ પહેલાં તે વડોદરા સંસ્થાનના વડોદરા પ્રાંતમાં આવેલા એકમ હાલનું મઘ્‍ય સ્થળ હતું. વડોદરા રાજના ગામોમાં દરેક ક્ષેત્રે પ્રગત કરવામાં તે મોખરે રહ્યું હતું. ગામના મલાવ-તલામાં ર૦ નીચે ૩પ શેર જેટલા વજનની ઇંટો નીકળતી હતી. એવી જ રીતે સાકરદાસની કૂઇ પાસે ખોદકામ કરતાં મોહન-જો-દેરોની જાતની ઇંટો મળી આવી હતી. તે બતાવે છે કે ગામ જૂનામાં જૂના ગામોમાંનુ એક છે.

સંવત ૧ર૩રના વૈશાખ સુદ ૧૧ને દિવસે આ ગામનું પ્રથમ વસયાણ થાયું હતું. એમ કહેવાય છે. આ અગાઉથી પણ ત્‍યાં ગરાસાયાઓની વસ્તી હતી એમ કહેવાય છે. ત્‍યારબાદ ૧૬મા, ૧૭મા સૈકામાં કેટલાક નવા પટેલો ગામમાં વસવા માટે આવેલા એ પટેલોના વંશજો હાલ નવા પટેલો તરીકે ઓળખાય છે. ગામના મલાવ તળાવ પર આવેલી ભદ્રકાળી માતાનાનામ ઉપરથી ગામનું મૂળ નામ ભૂળપૂરી અને પછી એમાંથી અપભ્રંશથી ભાદરણ પડેલું મનાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643948