મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોબોચાસણ

બોચાસણ

ઉત્તર અક્ષાંશ રર-ર૪ અને પૂવ રેખાંશ ૭ર-પ૦ ઉપરનું બોચાસણ ગામ ભાદરણ-નડીયાદ અને વાસદ-કઠાણા રેલવે લાઇન પરનું સ્ટેશન છે. સંવત ૧૩પરમાં તે વસેલું મનાય છે. તેનું નામ બુચેશ્વર મહાદેવના નામ ઉપરથી પડેલું મનાય છે. રાષ્ટ્રીય ચળવળ વખતે આ ગામે આગેવાની ભરયો ભાગ ભજવ્‍યો હતો. હૈડયાવેરાની લડત દરમ્‍યાન છાવણી રાખવામાં આવી હતી. ગામના લોકો મહેસુલ નહીં આપવાનો નિધાર કરીને બીજે ગામ માંડવા બાંધીને રહ્યા હતા.ચરોતરમાં બુનયાદી તાલીમ આપવામાં વલ્લભવિદ્યાલય સંસ્થા જાણીતી છે. ૧૯૩૧માં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડવામાં આવું છે.

આ વિદ્યાલય ગુજરાત વદ્યાપીઠ, અમદાવાદની શાળા તરિકે કામ કરે છે. બોચાસણ લોકસેવક પૂજા રવિશંકર મહારાજની પણ કર્મભૂમિ છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643998