મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોકરમસદ

કરમસદ

કરમસદ નગર ઉત્તર અક્ષાંશ રર.૩૦ અને પૂવ રેખાંશ ૭ર.પ૪ ઉપરથી આણંદ ખંભાત રેલવે લાઇન પર અને આણંદ સોજીત્રા રાજ ધોરીમાગ ઉપર આવેલું છે. ભારત દેશના જગવખાત રાજપુરૂષ અને અનન્‍ય દેશભકતો સ્વ.શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને લોખંડ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ છે. રાષ્ટ્રીય ચળવળમાં પણ આ નગરે મહત્વનો ફાળો આપ્‍યો છે.કરમસદનું નામ ભારતના ઇતહાસમાં સુવણ અક્ષરે લખાયુ છે

આ કર્મભૂમિના વીર પુરૂષ સરદાર સાહેબે ભારતના સ્વાતંત્ર સંગ્રામને દોર્યા અને જેમણે દેશને સ્વતંત્ર કર્યા એટલું જ નહીં પણ તેના નવપ્રાપ્ત સ્વાતંત્રને સુરક્ષણ કર્યુ. સરદાર સાહેબનો જન્મ ખેડા જીલ્લામાં નડીયાદ મુકામે સને ૧૮૭પના ઓકટોબરની ૩૧મી તારીખે થયો હતો. સરદાર સાહેબે શરૂઆતની કેળવણી વતન કરમસદમાંથી લીધી હતી. સરદારશ્રીનું બાળપણ કરમસદમાં વીત્‍યું હતું. કરમસદમાં સરદાર સાહેબનું ઘર પણ આવેલું છે.

સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઈની સ્મૃતને પ્રજાજનોમાં ચીરસ્મરણીય રાખવા સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા કરોડોના ખર્ચે કરમસદમાં સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક બનાવવામાં આવ્‍યું છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643989