મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોખંભાત

ખંભાત

ખંભાત એક પ્રાચીન બંદર તરીકે અને સ્તંભ તીર્થના નામે અનેક પ્રવાસીઓના ભ્રમણ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્ર તરીકે તથા એક પુરાણા પવિત્ર તીર્થ ક્ષેત્ર તરીકે મશહૂર છે. એક કાળે મોતી, પરવાળાં રતનો તથા ખાસ કરીને કાપડની ગાંસડીઓ ભરેલા વહાણો આ બંદરેથી દુનિયાની સફર કરી આવતાં અને એટલે જ ખંભાત દુનિયાનું વસ્ત્ર કહેવાતું. ઉત્તર અક્ષાંશ રર-૧૯ અને પૂર્વ રેખાંશ ૭ર-૩૭ ઉપરનું આ ગામ આણંદ-ખંભાત રેલવે લાઇનનું છેલ્લું સ્ટેશનછે. નદીઓએ ઘસડી આણેલાં કાંપને લીધે દરયાનું બારૂ પુરાઇ જવાથી બંદર તરીકેની તેની ઉ૫યોગીતા ઘટી ગઇ છે. દરિયાઇ વેપાર ઓછો થઇ ગયો છે. આજે એ પ્રવાસીઓ નથી, એ વ્‍યાપારીઓ નથી, એ વિશાળ વહાણો અને ગંજાવર વખારો નથી. આજે તો એનું સ્મરણ માત્ર રહી ગયું છે. આમ છતાં ખંભાતના સમુદ્ગ કિનારાનું દર્શન આજે પણ સૌ કોઇના હૈયાને ઠારે છે. કિનારે ઉભા રહી ચારે બાજુ દ્રષ્ટીપાત કરતાં દક્ષીણ બાજુએ કાવી અને શારોદ ગામો દૂર દૂર નજરે પડે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644089