મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોરાસ

રાસ

સ્વાતંત્રના ઇતહાસમાં બોરસદ તાલુકાનું રાસ ગામમાં આઝદીની લડતમાં અગ્રેસર રહ્યું હતું. દાંડી કૂચના સત્‍યાગ્રહની તૈયારીઓની પૂવભૂમિકા રૂપે રાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રવચનનું આયોજન કરવામાં આવું પણ સવાર થતાં બોરસદમાં પોલીસ તંત્રની દોડધામ વધી પડી. રાસ ગામની ભાગોળે મોટા વડની નીચે સરદારપટેલ તથા ગામના આગેવાનોએ સભા શરૂ કરી. ગણતરીની મીનીટોમાં બોરસદ ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ જાતે સરદારની ધર૫કડનું વોરંટ લઇને આવ્‍યા અને તેઓને બોરસદમાં લાવી અંગ્રેજ સરકારે કેસ ચલાવતાં ત્રણ માસની સજા થઇ હતી. આ ઘટનાથી રાસનું નામ વાયુ વેગે દેશમાં પ્રખ્‍યાત થયું એટલું જ નહીં, સ્વાતંત્ર સગ્રામના ઇતહાસમાં સુવણ અક્ષરે લખાયું.

૧૯૩૦ના અરસામાં નાકરનો સત્‍યાગ્રહનો બોરસદ તાલુકાના સંખાબંધ ગામો સાથે રાસની પ્રજા જોડાઇ. ધર૫કડો, જપ્તી, મારઝૂડ થઇ પ્રજા ન નમી. રાસની લડત ભારે હતી. ગામમાં જમીનો ખાલસા કરાવી, ઘરવખરી, ઢોર-ઢાંખરની હરાજી થઇ પણ પ્રજાએ મચક આપી ન હતી.

સ્વાતંત્ર સંગ્રામમાં ખમીરવંતી પ્રજાએ રંગ રાખો હતો. તેવો જ રંગ પ્રજાએ અત્‍યાર સુધી જાળવી રાખ્‍યો છે. ગામમાં રાજકારણી, વેપારીઓ, શક્ષણ જગત, ધાર્મ‍િક ક્ષેત્રના ગામનું નામ રોશન કર્યુ છે. આમ રાસનું નામ ઐતિહાસિક રીતે પણ મહત્વ ધરાવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644004