મુખપૃષ્ઠજીલ્લા વિષે જોવાલાયક સ્‍થળોશિક્ષણનગરી વલ્લભવિદ્યાનગર

શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગર

ચરોતરના આદ્યુનિક રાજપુરૂષ, અખંડ ભારતના શલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદગીરીદેશની જનતાને સદાતાજી રહે તે માટે આ નગરને વલ્લભવિદ્યાનગર નામ આપવામાં આવું છે. એમાં બાલમંરદથી માંડી ઉંચામાં ઉંચી વિવિધ ર્પ્રૈકારની શાળાઓ, કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.

વલ્લભવિદ્યાનગર સ્થાપવા માટે ચારૂતર વદ્યામંડળ અને ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળની રચના કરવામાં આવી છે. ચારૂતર વદ્યામંડળ નગરની શક્ષણ બાજુ સંભાળે છે. જયારે ગ્રામોદ્ધાર મંડળ સંસ્થાઓને માટે તેમજ નગરને માટે જરૂરી ઔદ્યોગીક અને વેપારી પ્રવૃત્તઓ ચલાવે છે.

વલ્લભવદ્યાનગરની રચનાનો પ્રારંભ ઇ.સ. ૧૯૪પના જૂન માસમાં થયો હતો. રોજ સવારે ૧-૮-૧૯પરથી વલ્લભવિદ્યાનગરને સ્વતંત્ર ગામ તરિકે જાહેર કર્યુ છે.

આ ધરતી અને સમગ્ર ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના શુભ નામ સાથે નગરને સાંકળવામાં આવેલ છે. આદ્યુનિક યુગમાં ઉ૫યોગી તમામ વદ્યાઓ અહીં શીખવવામાં આવે છે. પૂવ પ્રાથમિક અને પ્રાથમિક, માઘ્‍યમ અને ઉચ્ચતર માઘ્‍યમ, સ્‍નાતક કક્ષાનું અને અનુસ્નાતક કક્ષાનું તેમજ ત્‍યારપછીથી પણ સંશોધન કક્ષાનું શિક્ષણ અહી અપાય છે. વનયન, વાણીજય વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, પ્રાકૃતિ વિજ્ઞાનો, સમાજશાસ્ત્રો, તબીબી શિક્ષણ, લલીતકલા તેમજ ભાષાઓ એમ બધી જ વિષય વિદ્યાશાખાની કેળવણીનો અહીં પ્રબંધ થયો છે. સાચા અર્થમાં વિદ્યાનું આ નગર છે.

સરદાર પટેલ યુનિવર્સ‍િટીમાં વિવિધ ૧૧ ફેકલ્ટી છે. ૧૪ પોસ્ટ ગ્રેજયુએટ વિભાગ છે અને યુનિવર્સીટી સાથે ૩ર કોલેજ જોડાયેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644020