મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
જિલ્લાનો પરીચય :
૧. તારીખ : ૦૨/૧૦/૧૯૯૭ના રોજ જુના ખેડા જિલ્લા પંચાયતનું વિભાજન કરીને ખેડા અને આણંદ એમ બે નવા જિલ્લા બનાવવામાં આવેલ છે. તા.૧૫/૧૦/૧૯૯૭ થી આણંદ જિલ્લામાં આવેલ ચાર તાલુકાઓની પણ પુનઃરચના કરી તેમાંથી આઠ તાલુકા બનાવવામાં આવેલ છે.
જુના તાલુકા : આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત.
નવા તાલુકા : ઉમરેઠ, આંકલાવ, સોજીત્રા, તારાપુર.
જિલ્લાનું વડુ મથક આણંદ
૧. તાલુકા પંચાયત કચેરીની સંખ્યા ૦૮
૨. નગરપાલિકા / મ્યુ.બરોની સંખ્યા ૧૧
૩. ગ્રામ પંચાયતોની સંખ્યા ૩૫૨
૪. કુલ ગામોની સંખ્યા ૩૬૫
 
૨. ભૌગોલિક સ્થાન :
આણંદ જિલ્લો ૨૨.૦૬ થી ૨૨.૪૩ ઉ.અક્ષાંસ અને ૭૨.૦૨ થી ૭૩.૧૨ પૂ.રેખાંશ વચ્ચે આવેલો છે. આણંદ જિલ્લાની પશ્વિમે અમદાવાદ, ઉત્તરે ખેડા જિલ્લો, પૂર્વમાં વડોદરા જિલ્લો અને દક્ષિણે ખંભાતના અખાતની કુદરતી સરહદ પ્રાપ્ત થયેલ છે. જિલ્લો આશરે ૨૯૪૧ ચો.કિ.મી.ના ભૌગોલિક વિસ્તારમાં પથરાયેલો છે. ભૌગોલિક વિસ્તારમાં રાજયમાં ૨૦મો નંબર આવે છે. આણંદ જિલ્લાની ઉત્તર-દક્ષિણ લંબાઇ ૬૩.૬ કિ.મી અને પૂર્વ-પશ્વિમ લંબાઇ આશરે ૮૯.૮ કિ.મી. છે.
 
૩. ભુસ્તર રચના :
જિલ્લામાં મુખ્યત્વે ત્રણ પ્રકારની જમીન આવેલ છે. ગોરાડું, કયારીની જમીન, ભાઠાની જમીન. ગોરાડું મુખ્યત્વે આણંદ, ઉમરેઠ,બોરસદ, આંકલાવ અને પેટલાદ તાલુકામાં જોવા મળે છે. જયારે ખંભાત, સોજીત્રા અને તારાપુરમાં કયારીની જમીન આવેલી છે. આણંદ તથા બોરસદ તાલુકાના નદીકાંઠાના વિસ્તારમાં ભાઠાની જમીન આવેલી છે.
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644197