મુખપૃષ્ઠશાખાઓની માહિતીબાંઘકામ શાખાશાખાની યોજનાઓ

શાખાની યોજનાઓ


કિસાન૫થ યોજના
ગ્રામ્ય વિસ્તારમાં કિસાનો ઘ્વારા ખેત ઉત્‍પાદિત માલસામાન સરળતાથી મુખ્ય બજાર મથકે ૫હોચાડવા માટે બારમાસી પાકા રસ્તાની સુવિધા આ૫વાનો ઉદેશ છે.
સદર યોજના ધ્વારા આનંદ જીલ્લા માં હાલના તબ્બક્કે કુલ ૨૪ રસ્તાઓ કે જેની લંબાઈ ૬૨.૧૫ કી.મી. અને અંદાજીત રકમ રૂ/- ૧૨૮૫.૦૦ લાખ ના પૂર્ણ કરવામાં આવેલ છે અને ૧ રસ્તા નું કામ પ્રગતિ હેઠળ છે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં જે ૫રા/પેટા ૫રા ની વસ્તી ૫૦૦ થી વધુ હોય અને ૫૦૦ મીટરથી વધુ અંતરે આવેલા હોય તેવા ૫રાઓને પ્રથમવાર પાકા રસ્તાની સુવિધા આ૫વાનો ઉદેશ છે.
હાલમાં ૬ રસ્તાઓં ના મંજૂર થયેલ કામોના ડીપીઆર ની કામગીરી ચાલુ છે.
વિકેન્દ્રીત જીલ્લા આયોજન કાર્યક્રમ
વિકેન્દ્રીત જીલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૫ ટકા પ્રોત્સાહક ગ્રાંન્ટ, ૧૫ ટકા વિવેકાધિન ગ્રાંન્ટ, માન. ધારાસભ્યશ્રી ગ્રાંન્ટ, મા.સંસદસભ્યશ્રી ગ્રાંન્ટ તથા માન.રાજયસભા સભ્યશ્રી ગ્રાંન્ટ ના વિવિધ સ્થાનિક વિકાસના કામો હાથ ધરવામાં આવે છે.
મા. અને મ. પંચાયત વિભાગ આણંદ દ્વારા કેન્દ્રીય જીલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ સ્થાનિક વિકાસના કામો જેવા કે આંતરિક રસ્તાઓ, સી.સી. રોડ, સ્ટોન પેવીંગ, માટી મેટલ કામ, બીલ્ડીંગ ને લગતા કામો વિગેરે કામો હાથ ધરવામાં આવે છે.
ઓદ્બ્લુઆર
સદરે કાચા રસ્તાઓને પાકા કરવાની કામગીરી કરવામાં આવે છે. હાલ ના તબક્કે કુલ ૧૩૩ રસ્તાઓ ૨૦૮.૪૬ કી.મી. ના રૂ/- ૬૨૧૮.૮૦ લાખ ની રકમ ના મંજૂર થયેલ કામો પ્રગતિ હેઠળ છે. અને વર્ષ ૨૦૧૨-૧૩ માં મંજૂર થયેલ ૭૧ કામો ૧૮૩.૨૯ કી.મી. લંબાઈ ના ૫૪૧૦.૭૪ લાખની કીમત ના શરુ થનાર છે.
નાબાર્ડ
નાબાર્ડ સદરે ૪૧ કામો ૮૪.૭૦ કી.મી ના ૧૬૯૪.૦૦ લાખ ની રકમ પ્રગતિ માં છે. તેમજ નાબાર્ડ સદરે મંજૂર થયેલ આનંદ જીલ્લા ના દુબાન માં જતા ગામોના પાકા બારમાસી બનાવવા માટે ખંભાત/ તારાપુર તાલુકા માં મરૂન વિલેજ કેટેગરી હેઠળ પંચાયત વિભાગ હેઠળ રૂ/-૧૮૫૩.૫૦ લાખ ના અંદાજી રકમ ના કુલ ૨૭.૯૫ કી.મી. લંબાઈ ના ૧૩ રસ્તાઓ ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે .
ખાસ મરામત
ખાસ મરામત સદરે પ્લાન ડામર ખરાબ સપાટી ધરાવતા રસ્તાઓને દર ચાર-પાંચ વર્ષે રીન્યુઅલ કરવામાં આવે છે.
૨૦ કામો પૈકી ૧૨ કામો ૧૩.૮૫ કિમી. ની લંબાઈ ના ૨૭૩.૫૦ લાખ ના પુરા થયેલ છે અને ૮ કામો પ્રગતિ હેઠળ છે. જેની લંબાઈ ૧૬.૬૦ કિમી રૂ/- ૨૩૦.૦૦ લાખ છે.
સી.આર. એફ યોજના
સી.આર. એફ યોજના અંતર્ગત ૧ કામ ૧૧.૬૦ કિ.મી. ની લંબાઈ રકમ રૂ/- ૨૧૦.૦૦ લાખ ની રકમ નું પૂર્ણ થયેલ છે.
હાલ માં નવીન જીલ્લા પંચાયત કચેરી ના રૂ/- ૧૩.૯૫ કરોડ ના નવા મકાન ના બાંધકામ માટે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. અને જેની ટૂંક સમય માં કામગીરી શરૂ કરવામાં આવનાર છે.


આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644029