મુખપૃષ્ઠશાખાઓની માહિતીહિસાબી શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત આણંદમાં જીલ્લા વિકાસ અધિકારી આણંદ (આઈ.એ.એસ) ના સીધા દેખરેખ હેઠળ હિસાબી શાખા છે. હિસાબી અધિકારી આણંદ ની (વર્ગ .૧) ની જગ્યા મંજુર કરેલ છે. હિસાબી અધિકારી આણંદ ના દેખરેખ નીચે હિસાબી શાખાની કામગીરી થાય છે. જિલ્લા પંચાયત આણંદની નાણાંકીય લેવડ દેવડ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નું Personal leger Account જિલ્લા તિજોરી કચેરીમાં નીભાવવામાં આવે છે. આ ખાતા ના કોડ નં.૧૧૧ માં જમા કરયા બાદ તે આ સિવાય member at Parlament (m.p) ની અનુદાનની રકમ દેના બેંક આણંદમાં નિભાવવામાં આવે છે. Chief ministers Relief fund એકાઉન્ટ એસ.બી.આઈ. આણંદમાં નિભાવવામાં આવે છે. શાખા તરફથી શાખાની કામગીરીના ખર્ચના બિલો શાખાધિકારી/ઉપાડ અધિકારી મારફતે હિસાબી શાખામાં રજુ કરવાની આ બિલ મંજુર કરીને જેતે શાખાને ચેક આપવામાં આવે છે. તાલુકા કક્ષાને શાખાધિકારી મારફતે મળેલ ગ્રાન્ટ ના બિલો મંજુર કરીને ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. તાલુકા કક્ષા તથા જિલ્લા આવકના તથા ખર્ચનું સંકલન કરીને દર માસે/વાર્ષિક ખર્ચ એ વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગરની કચેરીને મોકલવામાં આવે છે. વાર્ષિક હિસાબો ૩૧મી જુલાઈ પહેલાં દર વર્ષે મુખ્ય હિસાબી અધિકારીશ્રી , વિકાસ કમ્શિનરશ્રી ની કચેરી ગાંધીનગરને સાદર કરવાના હોય છે. દર વર્ષે તા. ૩૧/૩ પહેલા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું અસલ તથા સુધારેલ અંદાજપત્ર મંજુર કરવામાં આવે છે

વર્ષના અંતે એકવીસમી જુલાઈ પહેલા વિકાસ કમિશ્નરશ્રી ને તાલુકાના સંકલન કરીને વાર્ષિક હિસાબો મોકલી આપવામાં આવે છે.

લોકલ ફંડ તથા એ.જી.ઓડિટ, પી.આર.સી.ની ઓડિટ નોંધ શાખાધિકારીશ્રી મારફતે મેળવીને સબંધિત કચેરીને મોકલવામાં આવે છે, તથા પેન્શનના કેસ (શિક્ષકો સિવાય) મંજુરી ખર્ચે વિકાસ અધિકારીશ્રી ને મોકલવામાં આવે છે.

ખરીદી તથા વિકાસના કામમાં જિલ્લા પંચાયતમા આંતરિક ઓડિટની પઘ્ધતિ અમલમાં છે. રૂ. ૧પ,૦૦૦/- ની ઉપર તાલુકા વિકાસ અધિકારીશ્રી માટે તથા રૂપિયા ૪૦,૦૦૦/- શાખાધિકારીશ્રી ના બિલો આંતરિક થયા બાદ મંજુર કરવામાં આવે છે.

અત્રેની શાખાના મંજુર થયેલ મહેકમ

(૧) હિસાબી અધિકારી વર્ગ-1

(૨)આંતરિક અન્વેષણ અધિકારી વર્ગ-2

(૩) હિસાબનીશ - ૧

(૪) સિનિયર કલાર્ક - ૭

(પ) જુનિયર કલાર્ક - ૩

(૬) પટાવાળા - ૧

ની જગ્યા મંજુર થયેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644053