મુખપૃષ્ઠશાખાઓની માહિતીખેતીવાડી શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

ગુજરાત રાજયમાં ખેતીવાડી ક્ષેત્રે આણંદ જીલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. આ જીલ્લો અંદાજીત ૨૨.૦૭ અને ૨૨.૫૭ અક્ષાંસ અને ૭૨.૧૫ અને ૭૩.૨૮ રેખાંશ વચ્ચે આવેલ છે. આ જીલ્લાને કુદરતી બક્ષીસ રૂપે મોટાભાગે ફળદ્રપ જમીન અને મોટાભાગના વિસ્તારમાં પુરતી સિંચાઇ સગવડતાના કારણે ખેતીની દ્રષ્ટિએ સમૃધ્ધતા મળેલ છે. સરકારશ્રીએ ૧ ઓકટોબરથી ૧૯૯૭થી અવિભાજીત ખેડા જીલ્લાનું વિભાજન કરી ખેડા અને આણંદ બે જીલ્લા બનાવેલ છે.
 
આણંદ જીલ્લામાં આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ સોજીત્રા, ખંભાત અને તારાપુર મળી કુલ આઠ તાલુકાઓ આવેલ છે જે તમામ જગ્યાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ મામલતદારશ્રીઓની કચેરી આવેલ છે. તેમજ અત્રેના જીલ્લામાં બે મદદનીસ ખેતી નિયામકશ્રી (વિ)ની કચેરી બોરસદ અને ખંભાતમાં આવેલ છે. જિલ્લા કક્ષાએ તમામ સરકારી વિભાગોને સાંકળી લેતુ જિલ્લા સેવા સદન સંકુલ, કલેકટર સંકુલ જિલ્લા પંચાયત સંકુલ આવેલ છે.
પ્રાથમિક વિગતો
 
(૧) જીલ્લાનો ભૌગોલિક વિસ્તાર (હેકટરમાં)  ૨,૯૪,૭૫૧
(૨) જીલ્લાનો ચોખ્ખો વાવેતર વિસ્તાર (હેકટરમાં)  ૨,૦૪,૯૦૫
(૩) કાયમી પડતર                     ૬૮૦૮૨
(૪) ગૌચર ૭૮૨૯
(૫) જીલ્લામાં સિંચાઇ સુવિધા હેઠળનો વિસ્તાર ૯૬ ટકા પિયત
(અ) નહેરથી પિયત વિસ્તાર ૭૫,૮૦૦
(બ) કુવા ૩૩૫૪૦
(ક) અન્ય ૮૭૦૭૬
કુલ ૧,૬૭,૨૨૬
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644198