મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખાકો૫ર ટી

કો૫ર ટી

પરિવાર નિયોજનની આ ખુબ જ સરળ પઘ્ધતિ છે. કોપર – ટી મુલાયમ પ્‍લાસ્‍ટીકનું અંગ્રેજી – (T) ટી આકારનું સાધન છે, અને તેની આજુ બાજુ તાંબાનો તાર વીંટેલો હોય છે. અને તેને છેડે દોરો જોડેલો હોય છે. માસીકના પાંચમા દિવસ પછી કોપર-ટી મુંકવામાં આવે છે. સ્ત્રીને કોપર ટી મુકવામાં આવે તો કોઇ શારીરિક નુકશાન થતું નથી. અને ઇચ્છે ત્યાં સુધી ગર્ભધારણ થતો નથી. કોપર ટી પહેર્યા બાદ સમયાંતરે તબીબી સલાહ મુજબ તેને બદલતા રહેવું પડે છે. નવી ટેકનોલોજીથી બનાવેલ 380-A દશ વર્ષ સુધી રાખી શકાય છે.
ઓરલ પીલ્સ
જે સ્ત્રીઓને ટૂંક સમય પછી ગર્ભધારણ કરવાની ઇચ્છા હોય પરંતુ અમુક સમય જયારે ગર્ભધારણ કરવાની ઇચ્છા ન હોય ત્યારે ઓરલ પીલ્સનો ઉપયોગ કરી શકે છે. લાંબા સમય સુધી ઓરલ પીલ્સ લેવાથી નુકશાન થતુ નથી. પરંતુ કયારેક આમાં નિયમીતતા ન જળવાય તો ગર્ભધારણ થતો હોય છે. જેથી ટુંકા સમય માટે આ પઘ્ધતિ ખુબ જ આદર્શ છે. માલા - એન જેવી મોઢેથી ગળવાની ગોળીઓ ગર્ભનિરોધક તરીકે વાપરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644018