મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખાનિ‍રોઘ

નિ‍રોઘ

નિરોધ એક પાતળા લેટેકસ રબરની કોથળી જેવું પુરૂષે વાપવાનું સાધન છે. ખૂબ જ સહેલો અને સરળ નિરોધનો ઉપયોગ છે. નિરોધના ઉપયોગથી જાતિય રોગોથી પણ બચી શકાય છે.
દરેક સબ સેન્‍ટર, પ્રા.આ.કે., સા.આ.કે., સિવિલ હોસ્‍પિટલ પર કોપર-ટી, વિના મુલ્‍યે મુકવામાં આવે છે. ગર્ભ નિરોધક ગોળીઓ માલા – એન એક સાયકલ (માસિક પત્તુ)રૂ. ૧/-, ત્રણ નિરોધના એક પેકેટનો રૂ. ૧/- અને ઈ.સી. પીલ્‍સની ગોળી માટે રૂ. ર/- આપવાથી આશા કાર્યકર પાસેથી મેળવી શકશે.

દિકરી યોજના


અ.નં

યોજનાનું નામ

દિકરી યોજના

યોજના કયારે શરૂ થઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૨૮ ડિસેમ્બર-૧૯૮૭ ના ઠરાવ ક્રમાંક એફ.પી.ડબલ્યુ / ૧૦૮૭/ ૨૦૭૫/ઘ, ગાંધીનગર થી જાહેર કરવામાં આવેલ.

યોજના નો હેતુ

આ યોજના નો હેતુ દિકરી યોજના હેઠળ નાના કુટુંબની ભાવના વિકસાવવા માટે દિકરો અને દિકરી એક છે તેવી ભાવના સાર્થક કરવા માટેનો છે.

યોજના વિશે (માહિતી)

આ યોજનામાં ફકત એક જ દિકરી વાળા દંપતીમાંથી કોઈપણ એક વ્યકિત કાયમી નસબંધી અપનાવે તો રૂ. ૬૦૦૦/- અને ફકત બે દિકરીવાળા દંપતિમાંથી એક વ્યકિત કાયમી નસબંધી અપનાવે તો રૂ.૫૦૦૦/- ના રાષ્ટ્રિય બચત પત્રો લાભાર્થીને આપવામાં આવે છે

યોજના નો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો.

આ યોજનાનો લાભ ફકત એક કે બે દિકરીઓવાળા દંપતિઓમાંથી કોઈપણ એક વ્યકિત કુટુંબ કલ્યાણની કાયમી પધ્ધતિ (વ્યંધિકરણ શસ્ત્રક્રિયા) અપનાવે અને સ્ત્રીની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને ફકત એક દિકરી ઉપર ઓપરેશન કરાવે તો દિકરીની ઉંમર 1 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. તેના માટે પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફિસર, તેમજ આરોગ્ય કર્મચારીઓનો સર્પક સાધી શકે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644098