મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણશાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

શૈક્ષણિક જ્ઞાન
ભારતની મોટાભાગની વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નીચું છે. જેના કારણે ઘણી બધી અંધશ્રઘ્ધાઓ પણ સમાયેલી છે. બાળકનો જન્મ એ ભગવાનની દેન છે. એવું માનીને તથા જન્મની આડે આવવું એ પાપ છે. આવી માન્યતાઓને કારણે આપણા દેશમાં પરિવાર નિયોજન કે કુટુંબ કલ્યાણનો વપ ખૂબ જ ઓછો છે. જેથી સૌ પ્રથમ પરિવાર નિયોજન અંગે જરૂરી સમજ ઉભી કરવી ખૂબ જ જરૂરી છે. અને શિક્ષણ ઘ્વારા લોકજાગૃતિ ઉભી કરી પરિવાર નિયોજન અપનાવી દેશને પ્રગતિના પંથે કઇ રીતે લઇ જવો તે સમજાવવું ખુબ જ અગત્યનું છે.
આઈ.ઈ.સી. પ્રવૃતિ –
આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ધ્વારા લોક જાગૃતિ કેળવી લોકોના જ્ઞાન, વલણ અને વર્તનમાં ઈચ્છીત પરિવર્તન લાવી કુટુંબ કલ્યાણ કાર્યક્રમની સ્વીકૃતિ વધે તેમજ કુટુંબ કલ્યાણની તમામ સેવાઓનો લોકો લાભ લે તે માટે લક્ષિત દંપિતઓ સાથે બેઠક કરી મોડા લગ્ન, પ્રથમ બાળક લગ્ન બાદ તુરંત નહીં, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબનો ફાળો વિગેરે બાબતો ઉપર દરેક ક્ષેત્રે ભારપુર્વક ચર્ચા કરી કુલ પ્રજનન દર ઘટાડી શકાય.
નાના પરિવારની ભાવનાને સાર્થક કરવા માટે દર વર્ષે તા. ૧૧ જુલાઈ એ વિશ્વ વસ્‍તી દિન તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ર૦૧૩-૧૪ માં તા.૧૧ જુલાઈ થી ર૪ જુલાઈ સુધી વિશ્વ વસ્‍તી પખવાડીયાના ઉજવણી પ્રસંગે ગ્રામ્‍ય કક્ષાએ જુદી જુદી આઈ.ઈ.સી. પ્રવૃતિ ધ્‍વારા નાનો પરિવાર સુખી પરિવાર નો સંદેશ પહોંચાડવામાં આવેલ.
કુટુંબ કલ્યાણના તમામ કાર્યક્રમોમાં વર્કલોડ મુજબ સિધ્ધિ મેળવવા આણંદ જિલ્લાના તમામ ગામોમાં જનજાગૃતિ અને પ્રચાર પ્રસારની કામગીરી માટેનું ઘનિષ્ઠ આયોજન કરવામાં આવેલ છે. આ માટે જરૂરીયાત મુજબ જુથ ચર્ચા, વર્કશોપ, મીટીંગ, આરોગ્ય હરિફાઈ, પ્રદર્શન, ભીંત સુત્રો, રેલી, વોલ પેઈન્ડીંગ, પોસ્ટર, પત્રિકા, હોર્ડિંગ્સ, દૈનિક સમાચાર પત્રો, શેરી નાટકો, પપેટશો, ભવાઈ, હરિકથા વિગેરે કાર્યક્રમો ધ્વારા જન જાગૃતિ લાવવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644065