મુખપૃષ્ઠશાખાઓની માહિતીમલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

પોરાનાશક કામગીરી
દરેક ગામમાં આરોગ્ય કર્મચારી તેના સર્વેલન્સ દરમ્યાન પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે.જેમાં ગ્રામપંચાયતના સભયશ્રી તલાટી કમ મંત્રીશ્રી ,સરપંચશ્રી સર્વેનો લોક સહકાર મેળવી સ્વચ્છતા અભિયાન દ્રારા ખાડા-ખાબોચીયા પુરાવી દેવા,પાણી વહેતું કરાવવું તથા કાયમી ભરાયેલ સ્થળોએ બળેલુ ઓઈલ/કેરોસીન નંખાવવું વિગેરે કામગીરી કરવામાં આવે છે.
કાયમી ભરાયેલા તળાવો અને જળાશયો માં કુલ ૬૮૫ સ્થળો માં પોરા ભક્ષક માછલી મુકાવી મચ્છર ઉત્પતી અટકાવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
આરોગ્ય શિક્ષણ
જુન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે સમય દરમ્યાન ગામોમાં ભવાઈ ,નાટક ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. Mobile SMS દ્રારા લોકોને જાગ્રુતિ કેળવવા પ્રયત્ન કરેલ છે.
આરોગ્ય કર્મચારીઓ , અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ તથા લોક સહકારથી આરોગ્ય શિક્ષણ પુરુ પાડવામાં આવે છે.
લોકલ ટીવી ચેનલ ઘ્વારા મેલેરીયા તેમજ વાહક જન્યરોગના ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવાનું આયોજન કરવા માં આવે છે.
સરકારશ્રી તરફથી પ્રાપ્ત પેમ્પલેટ અને પત્રીકાઓનું વિતરણ કરવામાં આવે છે.
જિલ્લા કક્ષાએ લધુશિબિરોનું આયોજન કરી શાળાઓમાં તથા ગ્રામ્ય કક્ષાએ વાહક જન્ય રોગ અંગેની માહિતી પુરી ,પાડવામાં આવે છે. ખાનગી તબીબો તથા પદાધિકારીશ્રીઓનો વર્કશોપ કરી સહકાર મેળવેલ છે.
જંતુનાશક દવાછંટકાવ કામગીરી
જિલ્લાના સંવેદનશીલ ગામોમાં ટ્રાન્સમીઝન સીઝન પહેલા જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં નીચે મુજબની વસ્તી વર્ષ ર૦૧૨ માટે આવરી લેવાયેલ છે.
Eligible Population Under Spray
Name of Block No of PHC No of Village Popultion
Anand 2 2 25970
Umreth 1 1 610
પાછળ જુઓ આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 638316