મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાગ્રામ સભા

ગ્રામ સભા

આ એક ખુબજ મહત્વની કામગીરી છે. ગ્રામ્ય સ્તરે ઉભા થતાં પ્રશ્નોનું નિરાકરણ કરવુ અતિ મહત્વનું છે. વર્ષમાં ઓછામાં ઓછી

ત્રણવાર ગ્રામસભાઓ યોજવી. તેમાં લોક સંપર્ક કરી શકય હોય ત્યાં સુધી સ્થળ પરજ પ્રશ્નના નિરાકરણ કરવા અને જે પ્રશ્નોનું સ્થળ

પર નિરાકરણ થઈ શકે તેમ ન હોય તેવા પ્રશ્નો માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવી. અને આમ લોક સુખાકારીને ઘણુ મહત્વ અપાયું છે.

આ ઉપરાંત ગ્રામસભા ઘ્વારા લોક જાગૃતિ ઉભી કરવામાં આવે છે. અને સાથે સાથે લોકોને તેઓને હક્ક અને ફરજ માટે જાણકારી

આપવામાં આવે છે.

સ્થાવર મિલ્કતોની મંજુરી આપવી, અપિલ સમિતિની કામગીરી સંભાળવી, વીપી શેષ અંગેની કામગીરી.
વ્યવસાય વેરાની કામગીરી, ગ્રામ કક્ષાએથી આવતી અન્ય તમામ અરજીઓની કામગીરી વગેરે આ શાખા ઘ્વારા કરવામાં આવે છે.

રાજય સમકારી નિધી, જિલ્લા સમકારી નિધી, જિલ્લા વિકાસ નિધી, અને જિલ્લા ગ્રામ ઉત્તેજક ફંડ વિગેરેની કામગીરી તથા તેના

હિસાબો નિભાવવા. આ ઉપરાંત તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં જરૂર પડે વહિવટ દારની નિમણુક કરવા જેવી અગત્યની

કામગીરી આ શાખા સંભાળે છે. આમ પંચાયત શાખા સમગ્ર તંત્રના હાર્દ રૂપે કામ કરે છે.

 

 

 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644102