મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવનાઃ

જીલ્લા કક્ષા એ પંચાયત શાખા એ ખુબ જ મહત્વની શાખા ગણાય છે. જીલ્લા પંચાયત હસ્તક ની તમામ કામગીરીઓં પંચાયત શાખા ના સંકલન થી થાય છે. આ ઉપરાંત જીલ્લા હસ્તક ના તમામ તાલુકાઓના તથા ગ્રામ પંચાયત ના વહીવટ પર પણ દેખરેખ રાખવાની હોય છે. આ ઉપરાંત તાલુકા પંચાયત ના પ્રમુખો, ઉપપ્રમુખો, સભ્યો, સરપંચો, વગેરે ની વહીવટી કામગીરી આ શખા મારફતે થાય છે. દબાણ પદાધિકારી તાલીમ, ગ્રામ પંચાયત નું વિભાજન, ગ્રાન્ટ, નિધિ, વેરો વસુલાત, સફાઈ વેરો, ત.ક. મંત્રી સંવર્ગની કામગીરી જેવી ઘણી બધી કામગીરી આ શાખા હસ્તક હોય છે. તદુપરાંત જે કામગીરી અન્ય કોઈ શાખા ને ફાળવામાં આવી ન હોય તેવી કામગીરી પણ આ શખા સંભાળે છે. આમ, સમગ્ર તંત્ર ને પંચાયત શાખા કાર્યરત રાખે છે. આ શાખા ધ્વારા નીચે મુજબ ની કામગીરી થાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644081