મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાઆંગણવાડી

આંગણવાડી

 
આંગણવાડી ગામ કે વસ્તીમાં પોતાના બાળકોને પોતાની નજર સમક્ષ રાખીને તેની દેખભાળ કરવી,તેમજ તેઓના રમવાનું સ્થળ છે.સામાન્ય રીતે ૬ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં રાખવામાં આવે છે. આંગણવાડી નો બીજો એક મહત્વનો ઉપયોગ એ છે કે ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકોની માતાઓ આ કેન્દ્રમાં એકત્ર થાય છે. જયાં તેઓ અન્ય ગ્રામીણ આરોગ્ય કર્મચારી, સાથે વિચારોનું આદાન-પ્રદાન કરે છે. તથા તેઓના વિશેષ જ્ઞાન (સ્પેશીયલ નોલેજ) નો લાભ મેળવે છે.

બાળકોની દેખભાળ વધુ સારી રીતે કરી શકાય, તે માટે આઈ.સી.ડી.એસ. ની સેવાઓ આંગણવાડી ઘ્વારા બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આંગણવાડી કાર્યકર બહેનો પ્રશિક્ષિત હોઈ, તેઓ ઘ્વારા આ સેવાઓ વધુ સારી રીતે ગામની અન્ય સ્ત્રીઓને આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 608347