મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
 પુર્વ પ્રાથમિક શિક્ષણ માટે જતાં બાળકોને સ્વચ્છતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે માનસિક રીતે તૈયાર કરવા.
   
૧. પોષક આહાર
 સુક્ષ્મ પોષક તત્વોની  ઉણપ ન રહે, તે માટે ૭ માસથી ૩ વર્ષના બાળકોને ફોર્ટીફાઈડ બ્લેન્ડેડ ફુડ તેમજ ૩ થી ૬ વર્ષના બાળકોને તથા સગર્ભા, ધાત્રી માતા અને શાળા છોડી ગયેલી ફેમિલીની કિશોરીઓને  ફોર્ટીફાઈડ આટા ઘ્વારા પુરકપોષણ આપવામાં આવે છે. તથા ૩ થી ૬ વર્ષના બાળકોને બાલભોગ ચોકલેટ (ન્યુટ્રી કેન્ડી આપવામાં આવે છે.) આંગણવાડીમાં આવતા તમામ લાભાર્થીને ઉપરોકત આહાર  ખોરાક આપવામાં આવે છે. ધઉ, ચણા, તેલ બાલભોગ,ચોકલેટ વિગરે જેવી સામ્રગી સરકાર શ્રી  ઘ્વારા પુરી પાડવામાં આવે છે.  
   
૨. રોગપ્રતિકારક રસી
  માતા  અને બાળ આરોગ્યને ઘ્યાને લઈ આ સુંદર કામગીરી હાથ ધરવામાં આવે છે. માતાને ગર્ભધારણ રહે ત્યારથી પ્રસવ સુધીમાં ધનુર ની રસી તથા બાળકના જન્મ બાદ બીસીજી,પોલીયો, ત્રિગુણી રસી, ઓરી, ની તેમ  તમામ રસી મુકી તથા બાળક ૩ વર્ષનું થાય ત્યાં સુધીમાં વખતો-વખત આવી રસી મુકવી અને તેનું સંપુર્ણ આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં આંગણવાડી કાર્યકર,આ.વા.તેડાગર બહેનો તથા આરોગ્યનો સ્ટાફ તેમજ તબીબી અધિકારી ઓના સહકાર થી કામગીરી કરવામાં આવે છે.
   
૩. આરોગ્ય તપાસ
   આંગણવાડીમાં આવતા તમામ બાળકો સગર્ભા માતા, કિશોરીઓ  વજન કરવામાં આવે છે. આને ગ્રેડ-૧, ગ્રેડ-ર, ગે્રડ-૩,  અને ગ્રેડ-૪ માં વર્ગીકરણ કરવામાં આવે છે. શારીરિક રીતે નબળા બાળકોને કે જેઓ ગ્રેડ-૩ અને ગે્રડ-૪ માં આવે છે. તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે પેટા કેન્દ્રોના તબીબી અધિકારી ઘ્વારા સારવાર આપવામાં આવે છે. અને તેઓના આરોગ્યની કાળજી લેવામાં આવે છે. માતા ઓને કિશોરીઓને આર્યન ફોલિક ટેબલેટ આપવામા આવે છે. વધુમાં બાળ આરોગ્યની સાથે બાળકોની આંખો તપાસવી અને અંધત્વ નિવારણ જેવી કામગીરી પણ કરવામાં આવે છે.
   
૪. સંદર્ભ સેવા
  શારીરિક રીતે નબળા બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે  પેટા કેન્દ્રોમાં આપવામાં આવતી સારવાર પુરતી ન જણાય, તો બાળકોના નિષ્ણાંત ડૉકટરોની સેવાઓ પણ લેવાય છે. અને બાળકને ધનિષ્ઠ સારવાર પણ આપવામાં આવે છે.
   
 

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 643938