મુખપૃષ્ઠશાખાઓની માહિતીશિક્ષણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

ખેડા જિલ્લામાંથી મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે તા.૨/૧૦/૯૭ ના રોજ વિભાજીત નવનિર્મિત આણંદ જિલ્લામાં વર્ષ – ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ જિલ્લામાં પુરૂષોનું સાક્ષરતા પ્રમાણ ૯૩.૨૩ ટકા અને સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ૭૭.૭૬ ટકા અને આણંદ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ સરેરાશ ૮૫.૭૯ ટકા છે. .

આણંદ એન.આર.આઈ જિલ્લો ગણાય વે. જેથી સૌથી વધુ શિક્ષિત અને સૌથી ઓછા શિક્ષિતના દરવાળા ગામડાઓ આ જિલ્લામાં અસ્તિત્વ ધરાવે છે. જયારે જિલ્લા પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણીને વધુ ઉત્તેજન આપી સરેરાશ ૩૫ ટકા જેટલા સ્ત્રી અને પુરૂષોના સાક્ષરતા તફાવત ને શકય તેટલો ક્રમશઃ ધટાડવા માટે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા વર્ષોથી પ્રયત્નો કરવામાં આવે છે. હાલ જિલ્લામાં ૩૫ ટકા થી ઓછી સ્ત્રી સાક્ષરતાવાળ ફકત ૧૭ ગામ છે. ૨૭ ટકા થી ઓછી સાક્ષરતા વાળા એકપણ ગામ નથી. આમ જોતાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનો ફાળો બહોળો પ્રદાન કરેલ છે.

જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક માળખુ જોતાં આણંદ જિલ્લાના તાલુકા ૮(આઠ) છે. બીટ ૨૧ છે. તેમજ ૧૨૫ પગાર કેન્દ્રો આવેલા છે. બી.આર.સી. કેન્દ્રો - ૦૮ છે. અને સી.આર.સી. કેન્દ્રો ૧૬૪ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં કુલ ૧૦૩૨ શાળાઓ આવેલી છે. ધો. ૧ થી ૭ ની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા જોતાં અ.જાતિ માં કુમાર અને કન્યાઓ ૧૩૬૭૮ છે. અનુ.જન.જાતિમાં કુમાર અને કન્યા ૬૭૭૧ છે. બક્ષીપંચમાં કુલ ૧૮૩૯૭૬ છે. અન્યમાં ૯૨૮૬૩ છે. આમ કુલ વિદ્યાર્થીની સંખ્યા ૨૯૭૨૮૮ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકોની સારી એવી પ્રગતી ગયેલ છે.

જિલ્લા પ્રાથમિક શાળાઓમાં બાળકોને વિવિધલક્ષી અધ્યન આપવામાં આવે છે. બાળકોને શાળામાં આનંદમય શિક્ષણ મેળવે તથા રસપ્રદ પ્રવૃતિઓથી માહિતગાર થાય તે માટે બાળ મેળા, બાળ રમોત્સવ, વિજ્ઞાનમેળા, ગરબા સ્પર્ધા, શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન ગણિત મેળા સબંધિત સ્પર્ધા જેવી આનંદમય શિક્ષણ માટેની પ્રવૃતિઓ યોજવામાં આવે છે. આમ જિલ્લામાં પ્રાથમિકતાનો પાયો મજબુત છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644026