મુખપૃષ્ઠશાખાઓસિંચાઇશાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ કચેરી મારફત રાજય સરકારશ્રીની ગ્રાન્‍ટમાં હયાત ચેકડેમના સમારકામો , અછતમાં થયેલ તળાવોના સેઇફ સ્‍ટેજના કામો, પુર સંરક્ષણના કામો કરવામાં આવે છે. માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માગેલ માહિતી આપવાની કામગીરી, તાલુકા પંચાયતો ઘ્‍વારા આવેલ અંદાજ પત્રકોને તાંત્રિક મંજુરી આપવાની કામગીરી કરવામાં આવે છે.
આ ઉપરાંત જીલ્‍લા આયોજન મંડળ ઘ્‍વારા સોપવામાં આવતા આયોજનના વિવિધ ગ્રાન્‍ટના કામો, જેવા કે પ ટકા પ્રોત્‍સાહક ગ્રાન્‍ટ, 15 ટકા વિવેકાધીન ફંડ, સંસદ સભ્‍ય ગ્રાન્‍ટ, ધારા સભ્‍ય ગ્રાન્‍ટ તથા જીલ્‍લા પંચાયત ઘ્‍વારા મળતી ગ્રાન્‍ટના કામો જેવા કે જીલ્‍લા પંચાયત સભ્‍યશ્રીની ગ્રાન્‍ટ, જીલ્‍લા પંચાયત સ્‍વભંડોળ, નાણાં પંચ, ન્‍યુ ગુજરાત પેટર્નના કામો હાથ ધરવામાં આવે છે. આ ગ્રાન્‍ટોમાં મુખ્‍યત્‍વે પીવાના પાણીના કામો તથા ગટરના કામો ફાળવવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644194