પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

તાલુકા પંચાયત કચેરીમાં શિક્ષણ શાખા એક મહત્વની શાખા છે. આ શાખાનાં અધિકારી તરીકે કેળવણી નિરીક્ષક(વહીવટ) થયેલ હોય છે. કેળવણી નિરીક્ષક(વહીવટ) પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો તથા શિક્ષકો ઉપર વહીવટી નિયંત્રણ રાખવાનું હોય છે. સરકારશ્રીનાં ધારા ધોરણ મુજબ શિક્ષકોની રજા, ઇજાફા, પેન્શનકેશ, શિષ્ય વૃતી, શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી કામગીરીની દેખરેખ રાખવાની હોય છે. દર માસે પે-સેન્ટર આચાર્યશ્રીઓની બેઠક બોલાવવામાં આવે છે. તેમાં તાલુકાની અગત્યની બાબતો તેમજ પ્રાથમિક શિક્ષણનો વિકાસ અને બાળકોનાં અભ્યાસને લગતી બાબતો તેમજ શાળાકીય પ્રવૃતિઓ જેવાકે, શાળા પ્રવેશોત્સવ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનો, રમતોત્સોવો તથા અન્ય કાર્યક્રમોની ચર્ચા વિચારણા તથા માર્ગદર્શન આપવામાં આવે છે.