પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે ઇતિહાસ

ઇતિહાસ

ઇ.સ.૧૯૯૮ મા ખેડા જીલ્‍લાનુ વિભાજન કરી ખેડા અને આણંદ એમ બે જીલ્‍લા બનાવવામાં આવ્‍યા ત્‍યારે આ જીલ્‍લામા’ આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત એમ કુલ ચાર તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ હતો.ઇ.સ.૧૯૯૮ માં ચાર તાલુકાનું વિભાજન કરી તેમાથી આઠ તાલુકા બનાવવામાં આવ્‍યા.આ આંકલાવ તાલુકો ઇ.સ.૧૯૯૮ મા સ્‍વતંત્ર બન્‍યો અને તેની વહીવટી કચેરી સને ર૦૦૦ થી અમલમાં આવી.આ તાલુકો જીલ્‍લા મથકેથી રર કી.મી. અને રાજય પાટનગરથી ૧ર૦ કી.મી.દુર આવેલો છે.તાલુકાનું રેવન્‍યુ દફતરે નોધાયેલા વસવાટ વાળા ગામોની સંખ્‍યા ૩ર છે અને તાલુકામાં ગામ પંચાયતોની સંખ્‍યા ૩૧ છે.

તાલુકા પંચાયત બંધારણ તાલુકામાં આવેલ વસ્‍િતના આધારે નકકી કરવામાં આવ્‍યુ છે.તાલુકા પંચાયત સભ્‍યોશ્રીની સંખ્‍યા ૨૦ છે.જેમાં પમુખ અને ઉપપમુખની રચના બાદ કારોબારી સમિતિ અને સામાજિક ન્‍યાય સમિતિની રચના કરવામાં આવેલ છે.તાલુકા પંચાયતની મુખ્‍ય કામગીરી સ્‍વાસ્‍થ અને સફાઇ, રસ્‍તાઓના બાંધકામ અને સમારકામ, ખેતીવાડી અને સિંચાઇ સામુહિક વિકાસ અને સહકાર, સામાજિક કલ્‍યાણ, રાહત કામગીરી તેમજ આંકડાકીય કામગીરીનો સમાવેશ થાય છે.