પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખા સબંઘી યોજનાઓ

સબંઘી યોજનાઓ

યોજનાનું નામ સમરસ ગામ
યોજના કયારે શરૂ થઇ વર્ષ ર૦૦૫
યોજનાનો હેતુ ગામમાં સહયારો, અને ભાઇ ચારો તથા સંપ રહે તે હેતુ માટે
યોજના વિશે (માહિતિ) ગામની સ્‍થાનિક ચુટણીમાં ગામમાથી સ્‍થાનિક આગેવાનો ગામની સમરસતાથી પસંદ થાય તથા ગામમાં સંપ અને એકતા જળવાઇ રહે તે માટે સરકાર દ્રારા સને ૨૦૦૫ થી સમરસ યોજના દાખલ કરેલ છે. જેમા ૫૦૦૦ કરતા ઓછી વસ્‍તી વાળા ગામને રૂ/.૬૦૦૦૦/- તથા ૫૦૦૦ કરતા વધારે વસ્‍તી વાળા ગામને ૧,૦૦,૦૦૦/- ની રકમ પુરસ્‍કાર તરીકે આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો આ યોજનાનો લાભ જે ગ્રામ પંચાયત બીન-હરીફ થયેલ હોય તેને મળે છે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત બીન હરીફ ચુંટાયેલ ગ્રામ પંચાયત


યોજનાનું નામ તીર્થ ગામ
યોજના કયારે શરૂ થઇ સરકારશ્રીનાં પં. ગ્રા. ગૃ. નિ. અને ગ્રા. વિ. વિભાગનાં તા.ર૧-૦૭-૦૪નાં ઠરાવ થીયોજના અમલમાં આવી છે.
યોજનાનો હેતુ ગામમાં કોમી સદભાવ અને ભાઇચારાની ભાવના વધુ પ્રબળ બને તે બાબત માટે
યોજના વિશે (માહિતિ) તીર્થગામ યોજના અંતર્ગત ગામમાં શિક્ષણમાં જાગૃતિ આવે, કન્‍યા કેળવણી વધે, જળ સંચય યોજના, ખેત તલાવડી, બોરીબંધ, મધ્‍યાહન ભોજન યોજનાનો અમલ અને અશ્‍પૃશ્‍યતા નિવારણ. ગામમાં સ્‍વચ્‍છતા જળવાઇ રહે અને ગામમાં ધાર્મિક સ્‍થાનો વિશે કોઇ વિવાદ ન થાય તેવા હેતુ થી ગુજરાત સરકારનાં પં. ગ્રા.ગૃ. નિ. અને ગ્રા. વિ. વિભાગનાં તા.ર૧-૦૭-૦૪નાં ઠરાવ થી ગામમાં કોમી સદભાવ અને ભાઇચારાની ભાવના વધુ પ્રબળ બને તેમાટે થઇને રૂ/. ૧,૦૦,૦૦૦/- સુધીનો જે ગામ તીર્થગામ જાહેર કરવામાં આવે તે ગામને પુરસ્‍કાર સ્‍વરૂપે આપ્‍વામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો જે ગામમાં છેલ્‍લા પાંચ વર્ષ દરમ્‍યાન એક પણ ફોજદારી ગુન્‍હો નોંધાયેલ ન હોય તથા ગામે જળ સંચયની સારી કામગીરી થયેલ હોય નોંધ-પાત્ર શિક્ષણ હોય અને ગામમાં પ્રાથમિક સુવિધાઓ સ્‍વચ્‍છતા અને કોઇ ધાર્મિક વિવાદ થયેલ ન હોય તેવા ગામોને આ લાભ મળી શકે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જે ગામમાં છેલ્‍લા પાંચ વર્ષ દરમ્‍યાન એક પણ ફોજદારી ગુન્‍હો નોંધાયેલ ન હોય તથા ગામે જળ સંચયની સારી કામગીરી થયેલ હોય નોંધ-પાત્ર શિક્ષણ હોય અને ગામમાં પ્રાથમિક સુવિધાઓ સ્‍વચ્‍છતા અને કોઇ ધાર્મિક વિવાદ થયેલ ન હોય તેવા ગામોને આ લાભ મળી શકે.