પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ ઇતિહાસ

ઇતિહાસ

આણંદ તાલુકા પ્‍’ચાયતની તા.ર૦/૩/૧૯૬૩ થી અસ્‍તિત્‍વમાં આવેલ છે. રાજય સરકારે તા.૧/૧૦/૧૯૯૭ ની રાજયના (૬) છ નવા જિલ્‍લા બનાવતાં ખેડા જિલ્‍લા વિભાજનથી આણંદ એક અલગ જિલ્‍લો તરીકે સ્‍થાન પામેલ છે. જેમાં આણંદ તાલુકો જીલ્‍લાના મુખ્‍ય મુથક તરીકે ઓળખાય છે. આણંદ તાલુકાનો વિસ્‍તાર ૪૪૧.૧૬ ચો.કિ.મી.છે. વસ્‍તીગીચતા ૧૧૬ર છે. તાલુકાની કુલ વસ્‍તી પ૧૩૯૦૦ છે. તાલુકામાં પ નગરપાલિકા આવેલ છે. તાલુકામાં કુલ ૪૪ ગ્રામ પંચાયતો છે. આણંદ તાલુકામાં અમુલડેરી ભારતની મોટામાં મોટી ડેરી તાલુકામાં અમુલડેરી ભારતની મોટામાં મોટીડેરી છે. આણંદ ખાતે કૃષિ મહાવિધાલય તેમજ વિધાનગરની સરદારપટેલ યુનીવસીટી શિક્ષણક્ષેત્રે પ્રખ્‍યાત છે. ભારતના રાષ્‍ટ્રીય નેતા લોખંડની પરૂષ તરીકે જાણીતા બારડોલો સત્‍યાગૃહના પ્રણેતા સરદાર વલ્‍લવભાઇ ઝવેરભાઇ પટેલનો જન્‍મ આણંદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો આણંદ તાલુકામાં વેરાખાડી ગામે મહીસાગર માતાજીનુ’ મંદિર તેમજ હનુમાનકુંજનુ પ્રસિધ્‍ધ મંદિર જોવાલાયક છે. કરમસદમાં સરદાર મૈમોરીયલ જોવાલયાક છે. આંકલાવડી ગામે આટૅ ઓફ લીવીંગ આશ્રમ આવેલ છે.