પંચાયત વિભાગ
મુખપૃષ્ઠઈતિહાસ

ઈતિહાસ

બોરસદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલ છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ-૪ર૩૪૧ બોરસદમાં ૬૪ જેટલા ગામો આવેલા છે. તેમાંથી ઐતિહાસિક મહત્વ ધરાવતા ગામો કુલ ૩ છે. તથા તાલુકમાં ગ્રામ પંચાયતોની સંખ્યા-૬૫ છે. તાલુકા પંચાયતમાં પંચાયતના સભ્યોની સંખ્યં ૩૧ છે.

ગુજરાતના પ્રાચીન અને અર્વાચીનમાં બોરસદનુ નામ જાણીતુ છે. વાલ્મીકી ઋષિના શિષ્ય બદરઋષિના નામ ૫રથી શહેરનુ નામ બોરસદ ૫ડેલ છે. ઈ.સ.૮૩૧ માં દક્ષી ણના રાષ્ટ્રકુટ રાજાઓની એક શાખા ગુજરાતમાં સત્તા ભોગવતી હતી. આ શાખાના સ્થા૫ક ઈન્દ્રરાજાના પુત્ર ગોવિંદરાજે બદર ઋષીને આ ગામ દાનમાં આપેલું હતુ.

આ બદરઋષિ બ્રાહમણ એટલે આ સ્થાન ચાર વિદ્યાઓના શિક્ષણનું કેન્દ્ર હોવાનુ ફલિત થાય છે.

બદર એક ફળનું નામ છે. જેને ગુજરાતીમાં બોર કહે છે. બદરનું થયું બોર અને તે સમયની સિઘ્ધિઓનુ થયું સદ આમ આ ગામનુ નામ બોરસદ થયું.

ઈ.સ.૧૫૫૩ માં અહેમદસાના પૌત્ર મહેમુદ બેગડાના સમયમાં બોરસદમાં વાવ બાંધવામાં આવી જે ખંભાતના વસા સોમાના કુટુંબે બાંધી હતી. આ વાવની લંબાઈ ૬૮×૫૮ મીટર અને ૫હોળાઈ ૬×૧૦ મીટરની છે. ૧૦૦ ૫ગથીયાં છે. દામાજી ગાયકવાડના પ્રતિનિધિ રંગોજીરાવે ઈ.સ.૭૪૧ માં બોરસદમાં કિલ્લો બંધાવ્યો હતો. જેમાંથી આજે ૫ણ અમદાવાદી દરવાજો હયાત છે. ખંડેરાવના સમયમાં સુપ્રસિઘ્ધ મહાકાળેશ્વરનું મંદિર બંધાવ્યુ હતુ. ઈ.સ.૧૮૦૦ માં રામજીમંદિર બંધાવી દશેરાની સવારીની શરૂઆત કરાઈ હતી. ઈ.સ.૧૮૧૭ માં અંગ્રેજોના સમયમાં બોરસદ ખેડા જિલ્લાના તાલુકામાં ફેરવાયું. ઈ.સ.૧૯ર૩ માં હૈડિયાવેરાના સત્યાગ્રહ વખતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ ૫ટેલ, મહાદેવજી દેસાઈ, વિઠલભાઈ ૫ટેલ દરબાર ગોપાલદાસ વગેરે મહારથીઓની દોરવણી મળી હતી.

બોરસદ તાલુકા મથક હોવાથી ગામડા સાથેનો વાહન વ્યવહાર ખૂબ જ વિકસ્યો છે. કમુમિયાં અને અમુમિયાં મલેકની ખાનગી બસો ૫ણ આ સમયમાં ચાલતી હતી. ૧૯૩૦ અને એ ૫છીના સ્વતંત્ર જંગમાં બોરસદ સત્યાગ્રાહ છાવણીએ ખૂબ નોંધપાત્ર ભાગ ભજવેલ છે.

બોરસદની વસ્તી ઈ.સ.૧૯૭૪ માં લગભગ ૩૪,૦૦૦ હતી. જેમા સમાજના ત્રણ વિભાગ નજરે ૫ડે છે. હિન્દુ, ઈસ્લામ અને ઈસાઈ ધર્મમાં માનનારા લોકો હળીમળીને રહે છે. બોરસદ નગર પાલીકાની સ્થા૫ના ૧/૧૦/૧૮૮૯ માં થઈ હતી. જેનુ નવું મકાન ૧/૪/૧૯૪૫ માં બંધાયું. ઈ.સ.૧૯૫૧ માં વિજળીકરણ થયું અને ઈ.સ.૧૯૫૫ માં વોટરવર્કસ શરૂ થયું.

બદરમુનિએ બોરસદથી ચાર કિલોમીટર દૂર એક તોરણ બાંઘ્યું પાછળથી ત્યાં તોરણાવમાતાનું પ્રખ્યાત મંદિર બંધાયું, જે આજે ૫ણ ત્યાં છે સોલંકી રાજા મૂળરાજ સોલંકી પુત્ર ભાભ એ એક તળાવ બંધાવ્યુ જે આજે ૫ણ ભોભા તળાવથી જાણીતું છે. ઈ.સ.૧૪૫૭ માં મહેમુદ બેગડાએ બ્રાહમણો પાસેથી બોરસદ ફતેહ કરી લીધું અને ત્યાં મુસ્લિમો વસ્યા જે મહોલ્લો આજે ૫ણ ફતેહપુરાથી જાણીતો છે.

બોરસદે આઝાદીની ચળવળમાં ૫ણ ભાગ ભજવ્યો અને અનેક સત્યાગ્રહમાં ૫ણ ભાગ લીધો છે. ગાંધીબાપુ દાંડી યાત્રા વખતે આવ્યા તે સમયથી સત્યાગ્રહ છાવણીનો પાયો નખાયો હતો.

બોરસદની પ્રજાનો ઈતિહાસ ગૌરવવંતો છે અને ભારતના આઝાદીના ઈતિહાસમાં તે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.