પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળ વિકાસ શાખા

પ્રસ્તાવના

સૌપ્રથમ બાળકો માટેની રાષ્ટ્રીય નિતી અનુસાર બાળકો રાષ્ટ્રની અગત્યની સંપતિ છે. જેથી બાળકોનાં ન્યુટ્રીશન, આરોગ્ય અને શૈક્ષણિક વિગેરેનાં યોગ્ય વિકાસ માટે બાળકો તથા માતાઓનાં હકનો સ્વીકાર કરી તા.૦ર/૧૦/૭પ ના રોજ આઈ.સી.ડી.એસ. યોજના આપણા દેશમાં અમલમાં આવી.
આ યોજનામાં સમાજનાં જરૂરીયાતમંદ તથા આર્થિક રીતે નબળા વર્ગના ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા-ધાત્રીમાતાઓ, ૧૧ થી ૧૬ વર્ષની કિશોરીઓનો આરોગ્ય અને પોષણનો દરજજો સુધારી બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરી આરોગ્ય અને શિક્ષણ આપી યોજનાનાં અમલીકરણ માટે લાગતા વળગતાં ખાતાઓ સાથે સંકલન કરી બાળકોનો સર્વાંગી વિકાસ કરવો અને આઈ.સી.ડી.એસ. હેઠળની સેવાઓનો લાભ આપવો. તે ઉપરાંત આઇ.જી.એમ.એસ.વાય. યોજના હેઠળ સગર્ભા માતાઓને લાભ આપીને બાળમૃત્‍યુ દરના પ્રમાણમાં ઘટાડો કરવો.