પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ આર્યુવેદ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

આયુર્વેદ દવાખાનાઓમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને આયુર્વેદ પધ્‍ધતિથી સારવાર આપવામાં આવે છે.
આયુર્વેદ મેડીકલ ઓફીસરો ધ્‍વારા સારવાર ઉપરાંત સ્‍વાસ્‍થ્‍ય રક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્‍ય તપાસણી કરી જરૂરી સારવાર અને સલાહ સુચનો આપવામાં આવે છે.
બાળકોની રોગ પ્રતિકારક શકિત વધે અને બાળકો મેઘાવી બને તેવા અભિગમ સાથે બાળકોને પુષ્‍ય નક્ષત્રમાં સુવર્ણપ્રાસન કરાવવામાં આવે છે.
સંક્રામણ અને પાણી જન્‍ય રોગોના અટકાવ માટે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામાં આવે છે.
પ્રાથમિક શાળા તેમજ હાઇસ્‍કુલોમાં સેમીનાર ચર્ચા તથા પ્રશ્નોત્તરી ધ્‍વારા આયુર્વેદમાં જણાવ્‍યા મુજબ : આહાર, વિહાર, દિનચર્યા, ઋતુચર્યા વગેરેની જાણકારી આપવામાં આવે છે.
ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ઔષધિય વનસ્‍પતિનું પ્રદર્શન યોજી તેની ખેતી અંગે પ્રોત્‍સાહન અને સમજ આપવામાં આવે છે.
આ માટે સનાથલ મુકામે ઔષધિય વનસ્‍પતિ ઉદ્યાન બનાવવામાં આવેલ છે.
અંતરિયાળ ગામોમાં જયાં આરોગ્‍યની સુવિધાઓ નથી ત્‍યાં ફરતું આયુર્વેદિક દવાખાનું “ધન્‍વન્‍તરી રથ” ધ્‍વારા ગ્રામ્‍ય જનતાને ઘર આંગણે સ્‍વાસ્‍થ્‍ય સુવિધા પુરી પાડવામાં આવે છે.
મેડીકલ ઓફીસરોની ટીમ ધ્‍વારા સ્‍વાસ્‍થ્‍ય અંગેની જાગૃતિ તથા સારવાર માટે નિઃશુલ્‍ક નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે.
આયુર્વેદ શાખા ધ્‍વારા હોમિયોપેથીક મેડીકલ ઓફીસરો ધ્‍વારા હોમિયોપેથીક પધ્‍ધતિથી સારવાર આપવામાં આવે છે.
અતિવૃષ્‍ટિ, ધરતીકંપ જેવી આપત્તિકાલીન સમયમાં મે.ઓ.શ્રીઓની ટીમ ધ્‍વારા સરકારશ્રીની સુચના મુજબ કામગીરી કરવામાં આવે છે.