પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

તાલુકા પંચાયત કચેરીમાં પંચાયત શાખા એક મહત્વની શાખા છે. આ શાખાનાં શાખા અધિકારી તરીકે વિસ્તંરણ અધિકારી પંચાયતની નિમણુંક થયેલ હોય છે. વિસ્તરણ અધિકારી પંચાયતએ ગ્રામ પંચાયતની ચુંટાયેલી બોડી ઉપર નિયંત્રણ રાખવાનું હોય છે. એટલે કે, સરપંચશ્રી અને બોડી તથા ગામનાં સચિવશ્રી બજેટની જોગવાઇઓ અનુસાર અને સરકારશ્રીનાં ધારા-ધોરણ મુજબ વહીવટ ખર્ચ અને ખરિદી કરે છે. કે કેમ? તે જોવાનું હોય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતો સમય સર બજેટ અને વાર્ષીક વહીવટી અહેવાલો તથા વસુલાતનું અને અન્યસ મહત્વ ની કામગીરીઓ સુપેરે બજાવે છે. કે કેમ? તેપણ જોવાનું હોય છે. તેમજ સામાજિક ન્યાય સમિતીની રચના, પાણી સમિતિની રચના નિયમ મુજબ કરેલ છે. કે કેમ? તેમજ સમયાંતરે ગ્રામ સભા અને ગ્રામ પંચાયત બેઠક બોલાવે છે. કે કેમ? તે પણ જોવાનું હોય છે.

આ ઉપરાંત તાલુકા પંચાયતની સામાન્ય. સભા અને કારોબારી બેઠકનું આયોજન પણ પંચાયત શાખાએ કરવાનું હોય છે. તેમજ કોઇપણ ચુંટાયેલા પદાધિકારીશ્રીઓ સરકારશ્રીએ નકકી કરેલ માર્ગદર્શિકા મુજબ વહીવટ ન કરે અને કોઇ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કરે તો તેઓ વિરુધ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની જે તે કલમ મુજબ કાયૅર્વાહી કરવાની કામગીરી પણ પંચાયત શાખાએ કરવાની થાય છે.