પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ પંચાયત વિષે પ્રવૃતિઓ

પ્રવૃતિઓ

તાલુકા પંચાયત કચેરી જીલ્લા પંચાયત કચેરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરે છે.તાલુકા પંચાયતના વિવિધ પ્રકારની શાખાઓ જેવી કે મહેસુલ શાખા,વિકાસ શાખા,આવાસ શાખા,મહેકમ શાખા,પંચાયત શાખા, શિક્ષણ શાખા,હિસાબી શાખા, આંકડા શાખા એ.ડી.એમ શાખા તથા ટપાલ શાખાના વિભાગમાં વહેચાયેલુ છે.

મહેસુલ શાખામા તમામ ગામ પંચાયત હેઠળ આવેલી જમીનનું સરકાર તરફથી નકકી કર્યા મુજબનું મહેસુલ ઉધારવીને તાલુકા પંચાયત કચેરી ખાતે નોંધણી કરી સરકારશ્રીના જમા કરાવવા અંગેની કામગીરી તદ્રઉપરાત મકાન બાંધકામ માટે આપવામાં થતી બિન ખેતી પરવાનગી આપવા અંગેની કાર્યવાહી મહેસુલ શાખામાંથી કરવામાં આવે છે.

વિકાસ શાખામાં ગ્રામ પંચાયતોના વિકાસ અર્થે સરકારશ્રી તરફથી નકકી કરવામાં આવેલ યોજનાકીય કામો કરવામાં આવે છે.જેમાં રસ્તાઓ,વોશીંગ ધાટ,પાણીની ટાંકી,પંચવટી,ગ્રામસુવિધાના વિકાસના કામો વિકાસ શાખા તરફથી કરવામાં આવેલ છે.

આવાસ શાખામાં સરકારશ્રી તરફથી ગરીબીરેખા હેઠળ જીવતા ગામડાના વ્યકિતઓને આવાસ બાંધકામ કરી આપવામાં આવે છે.જેમાં સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ બી.પી.એલ યાદીમાં ૧૬થીર૦ સ્કોર ધરાવતાં લાભાર્થીઓને સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે.તેમાં મકાન બાંધકામ માટે તબકકાવાર થયેલ કામના પ્રમાણમાં રકમ ચુકવવામાં આવે છે.જેની કુલ રકમ રૂ.૩૬૦૦૦ મકાન પુર્ણ થયેલ ચુકવવામાં અંગેની કાર્યવાહી આવાસ શાખામાંથી કરવામાં આવે છે.તેમજ સરકારશ્રીની સાગરખેડુ આવાસ અંગેની કાર્યવાહી પણ આવાસ શાખામાંથી કરવામાં આવે છે.

તાલુકા પંચાયત કચેરીમાં અલગ-અલગ ટેડના વર્ગ-રથીવર્ગ-૪ સુધીના અધિકારી/કર્મચારી કામગીરી કરે છે.તેમની સેવાકીય માહિતી તથા પગાર ચુકવણી અંગેની નિયમ મુજબ મળવવા પાત્ર રજાઓ મંજુર કરવી તેમજ દરેક કર્મચારીની સેવાપોથીમાં થયેલ નોંધ રાખવી વિગેરે પ્રકારની કામગીરી મહેકમ શાખા ઘ્વારા કરવામાં આવે છે.

તાલુકા પંચાયત કચેરીમાં કામ કરતી પંચાયત શાખાએ તા.પંના હદસ્માન શાખા છે.જેમાં તાલુકા હેઠળનું આવેલ તમામ ગામોનું પંચાયતની થતી વસુલાત જેવીકે ધરવેરો,પાણીવેરો,સફાઈ વેરો,ગટર વેરોતથા અન્ય વેરાની વસુલાત તલાટીશ્રી તરફથી કરવામાં આવે છે.જેનો હિસાબ પંચાયત શાખામા રાખવામાં આવે છે.સરકારશ્રીની ગ્રામ્યકક્ષાએ આવેલ ગામતળ તથા ગૈચર જમીનમાં થયેલા દબાણો દુર કરાવવામાં અંગેની કાર્યવાહી તેમજ સરકારી જમીનમાં પડી ગયેલ ઝાડો ની હરાજી કરાવવા માટે મંજુરી આપવાની ગ્રામ પંચાયત થતી કામગીરીની તપાસની કરવામાં આવે છે.

આંકડા શાખામાં જન્મ-મરણ,તથા કોમ્પ્યુટર તથા તમામ આંકડાકીય માહિતી આંકડા શાખા કામગીરી થાય છે.

હિસાબી શાખામાં તમામ પ્રકારના લેવડ-દેવડ તથા ચેકની કામગીરી તથા તાલુકા પંચાયતના તમામ પ્રકારના હિસાબોને લગતું કામ થાય છે.