પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ૫શુપાલનરસીકરણ

રસીકરણ

આ કાર્યક્રમ હેઠળ ૦ થી ૧ વર્ષ સુધીના બાળકોને છ પ્રાણધાતક રોગો જેવાકે બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરી સામે રક્ષણ આપવા માટે સમય પત્રક મુજબ રસીઓ આપવામાં આવે છે. પ્રસુતિ પછી માતા અને બાળકને ધનુર ન થાય તે માટે સગર્ભા અવસ્થા દરમિયાન ધનુરની રસી સગર્ભા માતાને આપવામાં આવે છે.માતા ગર્ભવતી બને ત્યારથી આરોગ્ય ની કામગીરી શરૂ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ગો ઉપર ગર્ભવતી સ્ત્રીઓને ધનુરની રસી મુકવામાં આવે છે. ત્યારબાદ બાળકનો જન્મ થતાં બી.સી.જી, પોલીયો, ત્રિગુણી જેવી રસીઓનું સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. અને બાળક મોટું થાય ત્યાં સુધી વખતો વખત આ રસી આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ હિપેટાઇટીશ, મેલેરીયા જેવા વાવરના રોગોની પણ રસી મુકવાનું કામ ખૂબ જ ખંતથી નિભાવે છે.
રસી ડોઝ
ડી.ટી.પી બાળકની ઉંમર ૧.૦ વર્ષના ગાળા દરમાન ત્રણ ડોઝ આપવામાં આવે છે.
પોલીયો બાળકની ઉંમર ૧.૦ વર્ષના ગાળા દરમાન ત્રણ ડોઝ આપવામાં આવે છે.
હિપેટાઇટીશ-બી બાળકની ઉંમર ૧.૦ વર્ષના ગાળા દરમાન ત્રણ ડોઝ આપવામાં આવે છે.
ડી. પી ટી. ડીપ્થેરીયા અને ધનુરનો રોગ ન થાય તે માટે પ વર્ષના બાળકોને વેકસીન આપવામાં આવે છે.
બી.સી.જી ટી.બી.ના રોગ સામે આ પ્રતિકારક રસી છે. બાળકનાં જન્મથી ૧૨ માસથી અંદર એક વખત આ રસી આપવામાં આવે છે.
ઓરી ૯ થી ૧૨ માસ સુધીના બાળકોને આ રસીનો એક ડોઝ આપવામાં આવે છે.