પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સરકારશ્રી તરફથી લાભાર્થી બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આપવામાં આવતો નાસ્તો સમયસર આંગણવાડી કેન્ફો પર પહોંચતો કરવો, મોનીટરીંગ તથા દેખરેખ રાખવી, ફાળવવામાં આવતા લાભાર્થી લક્ષ્યાંકોની ૧૦૦ ટકા સિઘ્ધી હાંસલ કરવી, લોકો આ યોજનાનો મહત્તમ લાભ લે, અને આ યોજના હેઠળ આપની ખાઘ્યસામગ્રી (નાસ્તો) મહત્વનાં સમજે અને સ્વીકારે તે બાબતે માહિલા શિબિર, બાળ તંદુરસ્તી હરિફાઈ, વાનગી સ્પર્ધા, કિશોરી શકિત તાલીમ વિગેરે ગોઠવી આહાર પોષણ વિષયક શિક્ષણ આપી માતા અને બાળકની તંદુરસ્તી સ્વાસ્થય સુધરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આઈ.સી.ડી.એસ. યોજનાનું સમયસર આરોગ્યમાતા સાથે સંકલન ગોઠવી મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કરની મદદથી તમામ રસીકરણ કાર્યક્રમમાં મદદરૂપ થવાનું રસીના ડોઝ ૦ થી ૬ વર્ષના તમામ બાળકો, સગર્ભા માતાઓને મુકાય તે જોવાનું રહે છે. તદઉપરાંત આંગણવાડી કેન્‍દ્રમાં દર માસે બીજા ગુરૂવારે રસોઇ શો, જાન્યુદઆરી-મે અને સપ્ટેજમ્બેર માસમાં વાત્સતલ્ય‍ દિનની ઉજવણી, તદઉપરાંત ફેબ્રુઆરી, માર્ચ, એપ્રીલ, જુન, જુલાઇ, સપ્ટેુમ્બાર, ઓકટોબર, નવેમ્બવર, ડીસેમ્બકર માસમાં બાળદિનની ઉજવણી, દર માસના ચોથા શુક્રવારે અન્નસપ્રાસ દિનની ઉજવણી તેમજ સરકારશ્રીના વિવિઘ યોજનાકીય લાભ અંગે લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.
સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટનો યોજનાકીય હેતુ માટે ઉપયોગ કરવો, થયેલ ખર્ચ અંગેના હિસાબો રાખવા, જિલ્લા કચેરીમાં નિયમિત ખર્ચ પત્રક મોકલવા, હિસાબોનું મેળવણું કરવુ, યુ.ટી.સી. મોકલવા જેવી હિસાબી કામગીરી કરવામાં આવે છે.