પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાવિકાસ શાખાની યોજનાઓ

વિકાસ શાખાની યોજનાઓ

 
સરદાર પટેલ આવાસ યોજના
ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેતમજુરો તથા ગા્રમ્ય કારીગરોને ફાળવાયેલ મફત પ્લોટ પર મકાન બાંધવાની સહાયની યોજના.
 
જમીન સંપાદન
સરદાર આવાસ માટે જયારે સરકારી જમીન ઉપલભ્ધ ન હોઈ ત્યારે ખાનગી માલિકીની જમીન ખાનગી વાટોધાટો દ્રારા ફાળવવાની યાજના.
 
માળખાકીય સુવિધા
સરદાર આવાસ/ઈંદિરા આવાસ કે સરકારશ્રીની અન્ય યોજના હેઠળ બાંધવામાં આવેલ ૧પ આવાસના સંકુલ માટે વીજળી/પાણી તથા રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓ પુરી પાડવા માટેની યોજના.ગામ દિઠ રૂપિયા પ.૦૦ લાખની જોગવાઈ.
 
૧ર માં નાણાંપંચ
૧રમાં નાણાંપંચની ભલામણ અન્વયે ગ્રામ્ય/તાલુકા/જિલ્લા સ્તરે પાણી,પુરવઠા , સેમીટેશન તેમજ વિકાસના કાર્યો માટે કેન્દ્રીય અનુદાની યોજના . દરેક ગામના પાંચ વર્ષના ગાળામાં સમાવેશ કરવામાં આવે છે. ગ્રામ્ય/તાલુકા/જિલ્લા કક્ષાએ ૩૦:૩૦:૪૦: ના ધોરણે અનુક્રમે ર.૧૧ (કરોડ) અને ર.૮૧ કરોડ અનુદાન દર વર્ષ વિકાસના કામો કરવા મળે છે. કામો ગ્રામ્ય/તાલુકા/જિલ્લા કક્ષાએ સંબંધિત પંચાયતની સક્ષમ સમિતી દ્રારા નકકી કરવામાં આવે છે.
 
પંચવટી
રાજયની ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટે તથા ગામોમાં સુવિધાયુકત બાગ બગીચાઓનો વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં આનંદ પ્રમોદનાં સાધનો સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે રૂ.૧.૦૦ લાખ સરકારની સહાય અને પ૦,૦૦૦/- લોકફાળાની યોજના.
 
પંચાયત ધર
ગ્રામ્ય કક્ષાએ જર્જરીત પંચાયત-ધર-મા તલાટી કમ મંત્રી (આવાસ) ના સ્થાને રૂ.૩.૩ર લાખના ખર્ચા સ્થાને / નવીન પંચાયત ધર બાંધવાની યોજના.