પંચાયત વિભાગ
તારાપુર તાલુકા પંચાયત
આણંદ જીલ્લા પંચાયત - ગુજરાત સરકાર


અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


મુખપૃષ્ઠશાખાઓશિક્ષણરમત ગમત કાર્યક્રમ

રમત ગમત કાર્યક્રમ

 
તાલુકાની સમગ્ર શાળાઓમાં સમયાંતરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. શાળા કક્ષાએ વિવિધ રમતો ,દોડ , કબડી , ખોખો, ઉચીકુંદ , લાંબીકુંદ નું આયોજન કરવામાં આવે છે. જેમાં  પ્રથમ ,દ્વિતીય નંબર આવનાર બાળકોને પે.સેન્ટર કક્ષાએ રમત ગમત હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. હરિફાઈમાં ભાગ લેનાર તમામ બાળકોને લોકફાળામાંથી ઈનામ રૂપે પુરસ્કાર આ૫વામાં આવે છે. પે.સેન્ટર કક્ષામાં (નંબર) સારૂ પ્રદર્શન કરનાર બાળકો ,ટીમને તાલુકા કક્ષાની રમત ગમત સ્પર્ધામાં ભાગ મળે છે. ભાગ લેનાર તમામ બાળકો ટીમને તાલુકા કચેરી શિક્ષણમાં ગ્રાન્ટ ખર્ચ કરી પુરસ્કાર આ૫વાની જોગવાઈ છે. તાલુકા કક્ષામાં સારૂ પ્રદર્શન કરનાર બાળકો -ટીમને જિલ્લા કક્ષામાં મોકલવામાં આવે છે.
આમ તાલુકાની સમગ્ર શાળાના બાળકો સહઅભ્યાસિક પ્રવૃતિ તરીકે રમત ગમતમાં ભાગ લે તેઓનો શારિરીક વિકાસ બરાબર થાય તે હેતું થી સુંદર આયોજન ઘ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.