પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ ઉમરેઠ ગામનો ઇતિહાસ

ઉમરેઠ ગામનો ઇતિહાસ

ચરોતરના રસાળ પ્રદેશનો ઉમરો એટલે ઉમરેઠ. પ્રાચીન સમયમાં ઉમેરઠ....ઉમરઠાં, ઉમાપુરી, ઉમારાષ્ટ્રે, ઉમાક્ષેત્ર, ઉદુમ્બરર, ઉમરાવતી અને ઉમરાપુરા નામથી ઓળખાતું હતું.
ભૌગોલિક રીતે જોઇએ તો ઉમરેઠા ઉ.અ. રર’ ૪ર’ અને પૂ.રે. ૭૩’ ૭’ ઉપર આવેલ છે. તેનું ક્ષેત્રફળ આશરે ૬।।। ચોરસ માઇલ છે.
લેઉઆ પાટીદાર જહાં પટેલે વિક્રમ સંવત ૫૫૫ એટલે કે સને ૯૯માં આ ગામ વસાવેલું.
ઉમરેઠ એટલે ભગવાનના ભક્તો મહાપુરુષોની ચરણરજથી અંકિત થયેલી પાવન, પવિત્ર બ્રહ્મપુરી. સંવત ૧૨૧૨માં ભક્ત બોડાણા ભગવાનશ્રી રણછોડરાયજીની પ્રતિમા સાથે દ્વારકાથી ડાકોર આવેલા. વિક્રમ સંવત ૧૧૩૮માં મહારાજ સિધ્ધીરાજ ઉમરેઠ પધારેલા. ચૈતન્યર મહાપ્રભુ, ભકત કવિ, મીઠાભગત, કવિશ્રી નરસિંહમહેતા તથા સ્વા‍મીનારાયણ ભગવાન પણ ઉમરેઠ પધારેલા.
ઉમરેઠ એટલે વહેપારીઓ અને શરાફોની નગરી. અઢારમી સદીમાં ઉમરેઠામાં ઘણા કોટાધીશો, કોટીધ્વીજ, કરોડપતિ, શાહુકાર, નાણાવટી લખપતિ વિગેરે હતા. તે જમાનામાં આશરે ૭૦ જેટલી પેઢીઓ હતી. જેમની હૂંડીઓ ભારતભરના તમામ ભાગોમાં તથા પરદેશોમાં ઇરાન અને દક્ષિણ પૂર્વ એશિયામાં સ્વીાકારતી હતી.
ઉમરેઠમાં કૂવા તથા કૂઇની સંખ્યા ૧૬૩ છે. તેમાં મીઠા પણીના કૂવા ૮ છે. આના પરથી એક કહેવત છે કે ‘‘ઓડ ઉમરેઠના ઊંડા કૂવા દીકરી દે તેના બાપ મૂઆ’’ પરંતુ હાઇ આ પરિસ્થિૂતિ રહી નથી. ઘેર-ઘેર વૉટર વર્કસનું પાણી મળે છે. કૂવાઓનું પાણી ઘણું મીઠું તથા અખૂટ છે. વડોદરાના ખંડેરાવ સરકાર ઉમરેઠની વોરા કૂઇનું પાણી પાણી ખાસ મંગાવીને પીતા હતા.
ઉમરેઠમાં બાવન પોળો અને છ દરવાજા હતા. હાલ બે દરવાજા હયાત છે. એક વાવ અને ચાર બજારો છે. ચાર મોટાં તળાવ (પીપળીયા તળાવ, મલાવ તળાવ, રામ તળાવ, વડુ તળાવ) છે. આડત્રીસ તળાવડીઓ છે.