પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

મહેકમ શાખા ઘ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી થાય છે.
   
  તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ જેમકે નાયબ ચિટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી (કૃષિ), સર્કલ ઈન્સપેકટર,તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ
 
  વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારી, સીનીયર કલાર્ક (વહીવટ),વિસ્તરણ અધિકારી (કૃષિ), તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટાવાળા વિગેરે સામેની ફરીયાદ અન્વયેની શિક્ષાત્મક કાર્યવાહી
   
  સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતા કર્મચારીઓને લગતા જાહેરનામા, પરીપત્રો, ઠરાવો વિગેરેનો અમલ કરવો અને કરાવવાની કામગીરી
   
કર્મચારીઓની સેવા વિષયક તમામ પાસાની કામગીરી
 
  કાયદાઓ અને નિયમો
   
  કર્મચારીઓ/અધિકારીશ્રીઓને લાગુ પડતા ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ-ર૦૦ર તથા તેને લગતા નિયમો જે સરકારશ્રી ઘ્વારા બહાર પાડવામાં આવેલ છે. તેમજ તેને લગતા જાહેરનામા, ઠરાવો, પરીપત્રોની મર્યાદામાં અમલવારી કરવામાં/કરવવામાં આવે છે.
   
  માહીતી મેળવવાનો અધિકાર
   
  સરકારશ્રી ઘ્વારા માહીતી અધિકાર અધિનિયમ-ર૦૦પ અમલમાં આવેલ છે.તે મુજબ પ્રત્યેક નાગરીક/કર્મચરી માહીતી મેળવી શકે છે. આ શાખા હસ્તકનાં મહેકમ લગત કામગીરી તેમજ ઉપલબ્ધ માહીતી અંગે માહીતી અધિકાર અધિનિયમ-ર૦૦પ ની કલમ ૪(૧)(ખ) હેઠળ પ્રસિઘ્ધ કરવાની થતી વિગતોની પ્રસિઘ્ધી કરવામાં આવેલ છે.
   
  જાહેરનામા
   
  સરકારશ્રી ઘ્વારા વખતો-વખત બહાર પાડવામાં આવતા સેવા વિષયક જાહેરનામાનો કચેરી તથા તાબાની કચેરીઓમાં ચુસ્તપણે અમલ કરવામાં /કરાવવામાં આવે છે.
   
  ઠરાવ
   
  સરકારશ્રી ઘ્વારા વખતો-વખત પાડવામાં આવતા સેવા વિષયક ઠરાવોનો કચેરી તથા તાબાની કચેરીઓમાં ચુસ્તપણે અમલ કરવામાં /કરાવવામાં આવે છે.
   
  નાગરીક અધિકાર પત્ર
   
  સરકારશ્રી ઘ્વારા અમલમાં નાગરીક અધિકાર પત્રનો પણ અમલ કરાવવામાં આવે છે. કર્મચારીઓ/અધિકારીશ્રીઓના પ્રશ્નો વિગેરે બાબતની આવતી અરજીઓનો નિકાલ સંતોષકારક રીતે સમયમર્યાદામાં કરવામાં આવે છે. અને તાબાની કચેરીઓમાં પણ અમલ થાય તે બાબતે પણ તકેદારી રાખવામાં આવે છે.અને સમીક્ષા પણ કરવામાં આવે છે.