મુખપૃષ્ઠ યોજનાઓગ્રામમિત્ર યોજના
 

ગ્રામમિત્ર યોજના

૩. ગ્રામમિત્ર (આરોગ્ય)
  બાળકોને થતાં ધાતક રોગો જેવા કે બીસીજી, ડીપ્થેરીયા, પોલીયો ધનુર, ઉટાંટીયો અને ઓરી સામે રક્ષણ આપવા રસીકરણ અંગે માતાઓને સમજ આપવી અને જાગૃતતા લાવવી.
  મચ્છરનો ઉપદ્રવ અટકાવવા તેમજ મેલેરીયા, ડેન્ગયુ, ચીકનગુનિયા જેવા રોગો સામે રક્ષણ આપવા રોગ અટકાયતી પગલા વિશે લોક જાગૃતિ કેળવવી.
  દવાઓના છંટકાવ, સ્વચ્છતા કોલરીનેશન અંગે જાણકારી અને જનજાગૃતિ કેળવવી.
  સામાન્ય પ્રકારની બિમારીમાં દવાઓનું વિતરણ કરવું.
૪. ગ્રામમિત્ર (વિકાસ)
  સરકારશ્રીની વિવિધ યોજનાઓની લાભાર્થીઓને જાણકારી આપવી અને જે તે યોજનાના ફોર્મ ભરાવવામાં લાભાર્થીને મદદરૂપ થવું.
  સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો, શિબિરો, ગ્રામસભા, તાલીમ કાર્યક્રમ, પ્રેરણા પ્રવાસમાં હાજરી આપી ગ્રામજનોને જાણકારી આપવી.
  બી.પી.એલ.કુટુંબોની યાદીને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગો તરફથી અમલી બનેલ ગરીબલક્ષી યોજનાઓ માટેના ધોરણોને લક્ષમાં લઇ લાભાર્થીઓની અગ્રતા યાદી તૈયાર કરવી.
  ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનું જીવનધોરણ સુધારવા માટે યોજનાઓના અમલીકરણ માટે મદદરૂપ થવા જીલ્લા પંચાયત તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે સોંપવામા આવતી કામગીરી કરવી.
  સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ગામે ચાલતા સાર્વજનિક બાંધકામો ગુણવત્તાયુક્ત થાય તે જોવુ તથા તે અંગે કોઇ પ્રશ્નો કે ફરીયાદો હોય તો સંબંધિત અધિકારીશ્રીને જાણ કરવી.
  ગ્રામ્ય કક્ષાએ ચાલતા વિકાસ કામો અને યોજનાઓથી ગામ લોકોને સતત માહિતગાર કરવા.
  ઇ-ગ્રામ પ્રોજેક્ટ મારફત વિવિધ ઇ-સેવાઓ તથા યોજનાકીય ફોર્મસનું વિતરણ
 
પાછળ જુઓ આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 3/6/2019

વપરાશકર્તાઓ : 638315