મુખપૃષ્ઠયોજનાઓપંચવટી યોજના

પંચવટી યોજના

યોજનાના અમલી કરણ અંગેની પૂર્વ શરતો અને યોજનાનું માળખું
  મોટા ગામડાઓ કે નગર પાલિકા વિસ્‍તારની નજીક આવેલા હોય તેવા પ્રવાસન સ્‍થળો અથવા જે ગામની વસ્‍તી ૫૦૦૦ થી વધારે હોય તેને અગ્રિમતા આ૫વાની રહેશે.
  આ કાર્ય, વન અને ૫ર્યાવરણ વિભાગના સક્રિય સહયોગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
  આ જગ્‍યામાં ચાલવા માટે ''વોકિંગ ટ્રેક" ની સગવડો ઉભી કરાશે.
  આ જગ્‍યામાં વીજળીની વ્‍યવસ્‍થા રાખવાની રહેશે. જેમાં સોલર લાઇટીંગની વ્યવસ્‍થા ઇચ્‍છનીય રહેશે.
  આ યોજનાનો વિકાસ ઇકો ટુરિઝમની યોજનાને ઘ્‍યાનમાં લઇ કરવાનો રહેશે.
  આ યોજનાને અડીને ગામતળાવ આવેલ હોય તો નૌકાયાન અને તેના માટેની જરૂરી સુવિઘાઓ ૫ણ વિકસાવી શકાશે.
  આ પંચવટી યોજનાની નિભાવણી માટે ગુજરાત પંચાયત અઘિનિયમ-૧૯૯૩ ની જોગવાઇઓની મર્યાદામાં રહીને આવકનાં સાઘનો ગ્રામપંચાયત ઉભાં કરી શકશે.
પ્રાચીનકાળે વનવાસ ભોગવતા શ્રી રામચંદ્રજી જે જંગલમાં રહેતા હતા તે ‘પંચવટી’ હતું. તેઓ જ્યાં નિવાસતા હતા તે કુટિરની આસપાસ વનરાજી ખીલવતા, ગામડાની હવા ચોખ્‍ખી થાય. મધમધતી વનરાજીથી નૈસર્ગિક દ્દશ્‍યો આંખને ઠારે ! ચારે તરફ હરિયાળીજ હરિયાળી... એવું લાગે જાણે ધરતીએ લીલીછમ ઓઢણી ન ઓઢી હોય !
પાછળ જુઓ આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644103