×

શાખાની કામગીરી

હિસાબી શાખાએ ઉપાડ અધિકારી/ શાખાધિકારી મારફતે મળેલ જી.ટી.આર ચકાસણી કરીને જિલ્લા તિજોરીમાં મંજુરી માટે મોકલવાના થાય છે, જે જિલ્લા તિજોરી આણંદ મંજુર કરીને નાણાં પી.એલ.એ.માં જમા કરે છે અને ચલનની નકલ મોકલાવે છે, શાખા તરફથી / તાલુકા કક્ષાએ જુથ વિમા યોજના, જી.પી.ફંડ ના બિલો (શિક્ષકો સિવાય ) મંજુરી માટે આવે જે મંજુર કરીને જિલ્લા તિજોરી અધિકારી આણંદ માં મોકલવામાં આવે છે. મંજુર કરેલ નાણાં ના ચેક શાખાધિકારીશ્રી ને આપવામાં આવે છે. જિલ્લા પંચાયતના સ્ટાફને મકાન પેશગી , વાહન પેશગી, અનાજ એડવાન્સ, તહેવાર એડવાન્સ (શિક્ષકો સિવાય) મંજુર કરીને આપવામાં આવે છે, તથા મકાન પેશગી, વાહન પેશગીના હિસાબો નિભાવવામાં આવે છે. જિલ્લા પંચાયતના સ્ટાફના (શિક્ષકો સિવાય) જી.પી.ફંડના હિસાબો નિભાવવા એડવાન્સ, ખર્ચ ફાઈનલ તથા ફાઈનલ જી.પી.ફંડના નાણાં આપવા. જી.પી.ફંડના હિસાબો અન્વયે સરકારી નોકરી દરમ્યાન મુજબ પામે તો રૂપિયા ૬૦,૦૦૦/- ની મર્યાદામાં રર૩પ બીલ ઇન્સ્યુરન્સ માં નાણાં મંજુર કરી. જિલ્લા પંચાયતમાં દર વર્ષે જાન્યુઆરી માસમાં દરેક શાખા પાસે અંદાજપત્રની માહિતી નિયત નમુનામાં લેવામાં આવે છે, ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રમુખ મારફતે બજેટ તૈયાર કરવામાં આવે છે, ત્યાર બાદ ૩૧ મી માર્ચ પહેલા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુર થાય એ જોવામાં આવે છે. તેવી જ રીતે તાલુકા કક્ષાના બજેટ અવલોકનમાં લઈને તાલુકા વિકાસ અધિકારીશ્રી ને પરત મોકલવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી ૩૧મી માર્ચ પહેલા તાલુકાની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવે છે. જિ.પં.આણંદના સને.ર૦૧૦ -૧૧ નો વાર્ષિક હિસાબ અત્રેથી તારીખ ૧૨/૯/૨૦૧૧ ના રોજ મુખ્ય હિસાબી અધિકારી, વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર ને સાદર કરેલ છે. વર્ષના અંતે sa૩૧ મી જુલાઈ પહેલા વિકાસ કમિશ્નરશ્રી ને તાલુકાના સંકલન કરીને વાર્ષિક હિસાબો મોકલી આપવામાં આવે છે.