માણસ જન્મો ત્યારથી આર્થિક પ્રવૃત્તિ કરતો આવ્યો છે.પરંતુ કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ એવી પણ છે. કે માનવી એકલા હાથે કરી ન શકે.કારણકે માણસને અનાજ જોઈએ,કપડાં જોઈએ,મકાન જોઈએ,બધું જ તો જાતે બનાવી ન શકે.એટલે તો વિનિમય પંથા અમલમાં આવી પરંતુ આમાં પણ કેટલીક ત્રુટીઓ હતી.કેટલીક કામગીરી એકલા હાથે ન કરી શકવાના કારણે માણસને સહકારની જરુર પડી અને તેમાંથી સહકારી પ્રવૃત્તિનો ખ્યાલ અમલમાં આવ્યો.માણસ એકબાજાની મદદ લઈ એક જ ક્ષેત્રમાં વધું સારુ અને ઝડપી અને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે તે માટે સહકારી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ.
જયાં એક બે માણસોથી શકય ન હતું ત્યાં પાંચ-પંદર માણસો ભેગા થયાં અને આર્થિક પ્રવૃત્તિની શરૂઆત કરી સહિયારો શમ,સહિયારા નાણાં અને જરૂર પડી ત્યાં લોન લઈને પણ આવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. મોટા સમુહ હોવાના કારણે મોંધા સાધનો પણ વસાવી શકાયા. અને સહકારી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ.
ગામની ચોકકસ વ્યકિતઓનો સમુહ પોતાની આર્થિક પ્રવૃત્તિઓ માટે એકત્ર થાય ત્યારે એક સહકારી મંડળી જન્ક લે છે. અને જયારે આવી આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે ત્યારે તેની નોંધણી આવશ્યક બને છે.