×

કોમ્પ્યુટર જ્ઞાન

ગુજરાત સરકારીશ્રી અભિગમ અને સરકારશ્રી તરફથી આપેલ સૂચના પરિપત્રો મુજબ પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને કુશળ શકિતનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સરકારશ્રીએ તમામ પ્રા.શાળાઓને કોમ્પ્યુટર યોજના હેઠળ આવરી લીધેલ છે.

જિલ્લાની પ્રાથમિક શાળાઓના દાતાઓ તરફથી કોમ્પ્યુટર દાનમાં મેળવી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવાનો પ્રયત્ન થયેલ છે. જેની સામે સરકારશ્રી તરફથી કોમ્પ્યુટર ૧: ૧ ની યોજનામાં મળેલ છે. શાળાઓમાં દાતાઓ તરફથી કોમ્પ્યુટર મેળવેલ છે. જેની સામે સરકારશ્રી તરફથી શાળાઓને કોમ્પ્યુટર ફાળવવામાં આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોને કોમ્પ્યુટર તાલીમ આપી બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.

સર્વે શિક્ષા અભિયાન તરફથી જિલ્લામાં ૬૯૯ પ્રા.શા.ળાઓમાં કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં ઈન્ટેલ એજયુકેશન તરફથી શિક્ષકોને તાલિમ આપી અમે.ટી. લેવલથી તમામ શિક્ષકો સુધી કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે. આમ શિક્ષકો ધ્વારા બાળકોને કોમ્પ્યુટર જ્ઞાન આપવામા઼ આવે છે.