મે- ૧૯૬૦ માં ગુજરાત રાજયને બ્રુહદ મુંબઇ રાજયમાંથી અલગ રાજય તરીકે જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજયની અલગ રાજય તરીકે સ્થાપના થયા બાદ રાજયમાં વસતા અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે આ ખાતા મારફત અનેક વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે.
અનુસૂચિત જાતિઓના વિકાસ માટેની યોજનાઓને નીચે મુજબ પાંચ જુથમાં વિભાજન કરવામાં આવેલ છે.
૧. શૈક્ષણિક યોજનાઓ
જેમાં જુદા જુદા પ્રકારની શિષ્યવૃતિ, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન/ સહાય, છાત્રાલયોને અનુદાન, આશ્રમશાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે વિવિધ એવોર્ડનો સમાવેશ થાય છે.
૨. આર્થિક ઉત્કર્ષની યોજનાઓ
જેમાં ર્ડાકટર/વકીલોને લોન/ સહાય, મહિલા શિવણ વર્ગો, અનુસૂચિત જાતિના જુદા જુદા નિગમો, નાના ઉધોગકારોને દુકાન માટે નાણાંકીય લોન/સહાય નો સમાવેશ થાય છે.
૩. આરોગ્ય,ગૃહ નિમાર્ણ અને અન્ય યોજનાઓ
જેમાં ડૉ.આંબેડકર આવસ યોજના ,મફત તબીબી સહાય, ર્ડા.આંબેડકર ભવનો નું બાંધકામ, સાતફેરા સમુહ લગ્ન, કુંવરબાઇનું મામેરૂ,સમાજ શિક્ષણ શિબિરો અને બીજરૂપ અંદાજપત્રનો સમાવેશ થાય છે.
૪. વહીવટી અને નિદર્શનની યોજનાઓ
જેમાં, નાગરીક હકક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫, અત્યાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૯, વાલ્મિકી કલ્યાણ માટે પ્રચારકો, તમામ કક્ષાએ કોમ્પ્યુટીકરણ વિગેરેનો સમાવેશ થાય છે.
૪. ગરીબી નાબુદી કાર્યક્રમની યોજનાઓ
જેમાં શિષ્યવૃતિ, છાત્રાલયોને અનુદાન,અને મફત તબીબી સહાયનો સમાવેશ થાય છે.