×

આંકડા શાખાની યોજનાઓ

યોજનાનું નામ ઈ-ગ્રામ વિસ્વગ્રામ
યોજના કયારે શરૂ થઇ વર્ષ : ૨૦૦૪ - ૦૫
યોજનાનો હેતુ ગુજરાત રાજયના ગ્રામજનોને વિસ્વજનોની હરોળમાં લાવવા ગુજરાત સરકાર ઇ-ગ્રામ વિસ્વગ્રામ કાર્યક્રમ રજુ કરેલ છે. રાજયના ગ્રામ જનોને તાલુકા,જીલ્લા,રાજય,દેશ વિશ્વ સાથેનાં જોડાણો શહેરી જનોની જેમ મળે તે માટે આ કાર્યક્રમ છે.
ગુજરાત સરકારે આ માટે સમગ્ર રાજયનો કેટલીક ગ્રામ પંચાયતોને કોમ્પ્યુટર સુવિધા આપી છે. પરંતુ આણંદ જીલ્લો તા. ૧૫-૪-૦૮ ના રોજ ઈ-ગ્રામ તરીકે જાહેર થયેલ હતો. ઈ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન માટે તલાટીશ્રીના સહાયક તરીકે ગામના ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની સેવાઓ પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનશીપના ધોરણે મેળવવાનું નકકી થયેલ છે. જે માટે ગ્રામ કક્ષાની આઇ.ટી. કમિટી બનાવેલ છે. આ બધીજ માહિતી ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી-કમ-મંત્રીશ્રી પાસેથી ઉપલબ્ધ થઇ શકશે.
યોજના વિશે માહિતી (૧) ગ્રામ કક્ષાએથી વિવિધ પ્રમાણપત્રો જેમ કે જન્મ - મરણ , વિવિધ કચેરીના ફોર્મ, આકારણી પત્રક ચારિત્યના દાખલા નકકી કરેલ ફી ભરીને કોમ્પ્યુટર પરથી પ્રમાણપત્ર મળી શકશે. વધુમાં વીજ બીલ કલેકશન તમામ ગ્રામ પંચાયતોમાં શરુ કરવામાં આવેલ છે.
(ર) ગ્રામ પંચાયત કક્ષાએ કોમ્પ્યુટર સાહસિક ની નિમણુંક ગ્રામ કક્ષાની આઇ.ટી. કમિટીના સભ્યો કરશે.
(૩) વર્ષ : ૨૦૦૮-૦૯ દરમિયાન રાજય સરકારે ગ્રામ પંચાયતોને બ્રોડ - બેન્ડ સીસ્ટમથી ઇન્ટરનેટ કનેકટીવીટી આપવામાં આવેલ છે. આ માટે જીલ્લાની ૩૫૨ ગ્રામ પંચાયતોને લાભ આપવામાં આવેલ છે. આ કામગીરી ભારતીય એરટેલ કુ. લી. દ્રારા ચાલુ છે. લાભ મળતી ગ્રામ પંચાયતોને યાદી તાલુકા કક્ષાએથી મળી શકશે. જેનાથી ગ્રામ કક્ષાએથી વિવિધ સેવાઓ મળશે.
(૪) રાજય સરકારે વર્ષ : ૨૦૦૮-૦૯ દરમિયાન રીલાયન્સ કો.કું. લી. આણંદ જીલ્લામાં ૧૧૬ ગ્રામ પંચાયતોમાં કોમન સર્વિસ સેન્ટર ઉભા કરવા મંજુરી આપેલ છે. જે સેન્ટર ઉપરથી સરકારી અને અન્ય સેવાઓ મળશે. હાલમાં આ કામગીરી ચાલુ છે.
(પ) જીલ્લાની ૧૪૬ ગ્રામ પંચાયતો ખાતે કેયુબેન્ડ (ડી.ડી.આર.એસ.) સીસ્ટમ ઉપલબ્ધ છે. જયારે જયારે રાજય સરકારશ્રીના કાર્યક્રમો હોય ત્યારે જોઇ શકાય છે.
યોજનાનો લાભ કોને મળે શકે કોને મળવુ તે વિગત દર્શાવો આ યોજનાનો લાભ ગ્રામ કક્ષાના દરેક નાગરિકને મળી શકશે અને તે માટે ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત જે ગ્રામમાં યોજના હોય તે ગામના નાગરિકને મળી શકે.